________________
આઝાદી પહેલાં અને પછી
ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈએ પણ વાઈસયને પત્ર લખી સરકાર પિતાને માર્ગ બદલશે નહિ તે પોતે પણ રાજીનામું આપી લડતમાં જોડાશે એવી ચેતવણી આપી હતી.
છેવટે સરકારનું માન રહે એવી યોજના ઘડવામાં આવી. વધારાનું મહેસૂલ ભરાઈ જાય તે સરકાર તપાસ કરવા તૈયાર હતી એવું કહેવામાં આવ્યું, પણ સરદાર જૂના ધોરણે જ મહેસૂલ ભરાવવા તૈયાર હતા. છેવટે જે વિટિાઘાટો થઈ તેમાં જૂના દર પ્રમાણે મહેસૂલ ભરવાનું, કેદીઓને છોડી મૂકવાનું, જપ્ત કરેલી જમીન પાછી આપવાનું અને પટેલ–તલાટીઓને એમની નેકરી પર પાછા લેવાનું સ્વીકારાયું. જેના પર અત્યાચારો થયા હતા તેઓની તપાસ કરવાનો આગ્રહ સરદારે ન રાખે. આમ છ મહિનાની આકરી કસોટી પછી બારડોલીના ખેડૂતોએ વિજય મેળવ્યો.
સરકારે તપાસ-પંચ નીમવામાં વધે નથી એમ ગણું બે સભ્યનું ન્યાયખાતાના બુમફિલ્ડ અને કારોબારી ખાતાના મેકસવેલનું બનેલું તપાસપંચ નીમ્યું. પંચે ૧ લી નવેમ્બરે કામગીરી શરૂ કરી. ૧૯૨૯ના ફેબ્રુઆરી સુધીમાં બારડોલી અને ચેર્યાસી તાલુકાઓમાં ફરીને કામગીરી પૂરી કરી. એણે સમગ્ર પ્રશ્નને અભ્યાસ કરી મહેસૂલમાં સવા છ ટકાથી વધુ વધારે થવો ન જોઈએ એમ જાહેર કર્યું. આમ આ સત્યાગ્રહને અંત પ્રજાની તરફેણમાં વિજયમાં આવ્યું.
દેશભરમાં ગુજરાતને પ્રખ્યાતિ અપાવનાર, ખેડૂતોને ઉન્નત મસ્તક રાખી ચાલવાનું શીખવનાર, દેશને કુશળ અને કાબેલ સેનાપતિ પૂરો પાડનાર અને સત્યાગ્રહના પ્રયોગનાં વિવિધ પાસાં વિશ્વ સમક્ષ મૂકનાર બારડોલી–સત્યાગ્રહ અભૂતપૂર્વ બની રહ્યો. સરદાર વલ્લભભાઈએ એ પહેલાં લેકોને ઉત્સાહના પાઠ ભણાવ્યા પછી નાશી ત્યાગ બલિદાનના અને છેવટે વિજયના પ્રસંગે નમ્રતાના પાઠ શીખવ્યા. એમણે આ પ્રશ્નમાં પિતાની અજબ કુનેહબુદ્ધિ અને કાબેલિયતથી. પિતાનામાં રહેલી તેજસ્વી નેતાગીરીનાં દર્શન કરાવ્યાં અને તેથી જ એઓ “સરદારને નામે ઓળખાયા.
બારડોલીની લડત કંઈ સ્વરાજ્ય માટે ન હતી કે સવિનય ભંગના કાર્યક્રમના ભાગરૂપે પણ ન હતી, એ માત્ર ખેડૂતોની ફરિયાદ સંભળાવવા પૂરતી હતી. એમાં સરકાર જક્કી હતી તે એની સામે ખેડૂતે પણ જી હતા. એમાં ખેડૂતે એટલે કે પ્રજાને આર્થિક લાભ થયો અને પ્રજાને આત્મવિશ્વાસ પણ વધે. દેશમાં એક નવી જ શક્તિનો સંચાર થયો. સમગ્ર દેશને બારડેલીરૂપ બનાવી દે