________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૫૦૩
ગાંધીજીના શૈશવથી નિધન સુધીના પ્રસંગોને લગતી છબીઓ ઉપરાંત એમને ચર, એમણે સીવેલું ખમીસ અને એમનું ઢાળિયું તેમજ દાંડીકૂચ વગેરેને લગતી મોટા કદની આબેહૂબ છબીઓ નોંધપાત્ર છે. ૨૭ ૨ ગાંધીસંગ્રહાલય, ભાવનગર
| ગુજરાતમાં આવું બીજું મ્યુઝિયમ ૧૯૫૫ માં ભાવનગરમાં સ્થપાયું. એમાં ગાંધીજીને લગતી કેટલીક દુર્લભ છબીઓ, અગત્યના દસ્તાવેજ અને એમની કેટલીક અંગત વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ૨૮
આઝાદી પહેલાં ગુજરાતમાં મ્યુઝિયમનું સંચાલન શાહકુટુંબ મ્યુનિસિપાલિટીઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા થતું. સ્વાતંત્ર્યોત્તર કાલમાં સૌરાષ્ટ્ર સરકારની રચના થતાં સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમ એના પુરાતત્વ-દફતર વિભાગના નિયામક નીચે મુકાયાં. ત્યાર બાદ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાતના સરકારી મ્યુઝિયમ એ રાજ્યના પુરાતત્વ-દફતર વિભાગના નિયામકને હસ્તક મુકાયાં. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની રચના થતાં તેઓને વહીવટ એના શિક્ષણ વિભાગને સુપરત થયા. ૧૯૬૪ માં ગુજરાત સરકારે મ્યુઝિયમોના નિયામકને અલાયદે વિભાગ સ્થાપ્યો ને સરકારી મ્યુઝિયમને વિશેષ વિકાસ થયો.૨૯ સંસ્થાકીય મ્યુઝિયમોમાં પણ સંખ્યાને તથા પ્રકારોને ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. ૦
પાદટીપ ૧. જુઓ આ ગ્રંથમાલાને ગ્રંથ ૮, પરિશિષ્ટ ૨ (પૃ. ૫૭૮-૫૮૭). ૨. એ પૈકી પાંચ મ્યુઝિયમ તબીબી કોલેજોના વિવિધ વિષયોનાં હતાં, જ્યારે
એક આરોગ્યને લગતું હતું. ૩. એ કાપડ-ઉદ્યોગને લગતું હતું. 8. C. Sivaramamurii, Directory of Museums in India, pp. 23
f; બી. એલ. માંકડ અને વી. એચ. બેડેકર, “સંગ્રહાલયો”, “ગુજરાત
એક પરિચય.” પૃ. ૨૩૯ ૫. Ibid., p. 39; એજન, પૃ. ૨૪૨ ૬. Ibid., p. 34; એજન, પૃ, ૨૪૨ ૭. Ibid., p. 26; એજન, પૃ. ૨૪૧ ૮. Ibid., pp. 25 f; એજન, પૃ. ૨૪૧ ૯. Ibid., pp. 40f; એજન, પૃ. ૨૪ર ૧૦. Ibid., pp. 31 f; એજન પૃ. ૨૪૧ ૧૧. Ibid., p. 33; એજન, પૃ. ૨૪૧-૪૨ ૧૨. Ibid., pp. 4lf; એજન, પૃ. ૨૪૨; નંદન છે. શાસ્ત્રી, “ભારતનાં મ્યુઝિયમ', પૃ. ૩૧
આગળ જતાં જીવવિજ્ઞાન રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તથા સરદાર પટેલનાં જીવન અને કાર્યના વિભાગ ઉમેરાયા છે.