________________
૫૦૨
આઝાદી પહેલાં અને પછી
એ. તબીબીવિદ્યા તથા આરોગ્યને લગતાં મ્યુઝિયમ ૧ થી ૫, બી, જે મેડિકલ કોલેજનાં મ્યુઝિયમ, અમદાવાદ
આ મેડિકલ કોલેજના ઍનેટોમી વેલજી ફાર્માકોલૉજી હાઇજિન અને ફોરેન્સિક મેડિસિન એ પાચેય વિષયોનું મ્યુઝિયમ વિકસતું રહ્યું છે. એમાં તે તે વિષયના ઉપસ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે ઉપકારક નીવડે તેવા વિવિધ નમૂને પ્રદર્શિત કરેલા હોય છે.૨૪ ૬ થી ૮ મેડિકલ કોલેજનાં મ્યુઝિયમ, વડોદરા
૧૯૪૯ માં આ કોલેજ સ્થપાઈ ત્યારથી એના ઍનેટની, ફાર્માકોલાજી, પંથેલાજી અને પ્રિવેન્ટિવ મેડિસિન એ ચારેય વિભાગનાં મ્યુઝિયમ સ્થપાયાં, જેમાં ઉપસ્નાતક તથા અનુસ્નાતક શિક્ષણને ઉપયોગી વિવિધ નમૂના પ્રદર્શિત કરેલા છે.૨૫ ૧૦. હેલેથ મ્યુઝિયમ, વડોદરા
સન ૧૯૫૩ માં સયાજીબાગના વહાઈટ પંલિયન'માં વડોદરાની મુનિસિપાલિટીએ આ મ્યુઝિયમ શ્રી. જી. એમ. જાધવની પ્રેરણાથી શરૂ કરેલું. આરોગ્ય અને સ્વચ્છતા અંગે પ્રત્યક્ષ શિક્ષણને ઉદ્દેશ ધરાવતા આ મ્યુઝિયમમાં હવાઉજાસવાળાં ગામડાંઓના અને હવાઉજાસ વિનાનાં ગામડાઓના નાના નમૂના દર્શાવી આરોગ્ય અને સ્વાથ્ય માટે અનુકૂળ એવાં કૂવા, તળાવ સંડાસ ગમાણ પાણી-પુરવઠા ગટર વગેરેને લગતાં નાના નમૂન અને આલેખ રજૂ કરાયા છે. વળી શરીરનાં વિવિધ અંગેનાં કાર્યો તથા રોગોનાં મૂળ અને નિવારણને ઉપાયની સમજૂતી આપતા નમૂના અને આલેખે મૂકેલાં છે. આરોગ્યને લગતી ફિલ્મો પણ બતાવવામાં આવે છે.
એ. વ્યક્તિવિષયક સ્મારક મ્યુઝિયમ ૧ ગાંધીસ્મારક સંગ્રહાલય, અમદાવાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અવસાન(૧૯૪૮) બાદ ગાંધીસ્મારક નિધિએ દેશના જુદાં જુદાં સ્થળાએ ગાંધીજીના જીવનપ્રસંગેની છબીઓ તથા એમની અંગત વપરાશની વસ્તુઓ તેમજ એમને લગતાં લખાણ તથા પુસ્તકની સાધનસામગ્રી દર્શાવતાં સ્મારકમ્યુઝિયમ સ્થાપ્યાં. ગુજરાતમાં આવું પહેલું મ્યુઝિયમ સાબરમતી(અમદાવાદ)ના હરિજન આશ્રમમાં ગાંધીજી જે હદયકુંજ” નામના મકાનમાં બાર વર્ષ રહેલા તેમાં ૧૯૪૮ માં સ્થપાયું. એમાં