________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૫૦૧ ૪. શ્રી રજની પારેખ આસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કોમર્સ
કેલેજનું મ્યુઝિયમ, ખંભાત
કોલેજના એ સમયના આચાર્યશ્રી. પુષ્કરભાઈ ચંદરવાકરની પ્રેરણા તથા પ્રા. ડે. . પ્ર. અમીનના પુરુષાર્થથી ૧૯૬૦ માં સ્થપાયેલા આ મ્યુઝિયમમાં ખંભાત અને એની આસપાસનાં પ્રાચીન સ્થળોએથી મળેલી પ્રાચીન પ્રતિમાઓ તથા અન્ય શિલ્પકૃતિઓ, કાષ્ઠશિલ્પ સિક્કાઓ અને અન્ય પુરાવસ્તુઓ સંગૃહીત કરવામાં આવી છે. ૨૦ કલેજે સ્થપાયેલા અને વિકસાવેલા મ્યુઝિયમ તરીકે આ એક ઉદાહરણીય નમૂને ગણાય.
ઈ. હુનરકલાને લગતું મ્યુઝિયમ ૧. દરબાર હૈલ મ્યુઝિયમ જૂનાગઢ
જૂનાગઢના બાબી વંશના નવાબના દરબાર હેલમાં ત્યાંની શાહી હુન્નરકલાકૃતિઓને લગતું આ મ્યુઝિયમ ૧૯૪૭ માં સ્થપાયું. એમાં શાહી રાચરચીલું, ચાંદીની રાજગાદી, ચાંદીની ખુરશી, ગાલીચા ઝુમ્મરે અરીસા તલચિત્રો ફટાઓ, પાલખીએ, હથિયારો, ઘરેણાં વગેરેનો સમાવેશ થાય છે. ૨૧
ઉ. બાલશિક્ષણને લગતું મ્યુઝિયમ ૧. બાલસંગ્રહાલય, ભાવનગર
ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૯૫૮ માં સ્થપાયેલું આ મ્યુઝિયમ બાળકને બુનિયાદી તાલીમ તથા મનોરંજન દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ આપતું શૈક્ષણિક મ્યુઝિયમ છે ૨૨
ઊ. કાપડ-ઉદ્યોગને લગતું મ્યુઝિયમ ૧. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઇલ્સ, અમદાવાદ
આ મ્યુઝિયમની સ્થાપના શ્રી ગૌતમ સારાભાઈએ ૧૯૪૮ માં કરી હતી. વાયુ અનુકૂલિત તથા સૂર્યપ્રકાશની અસરથી મુક્ત એવું દેશમાં પ્રથમ કહી શકાય તેવું ખાસ મકાન કેલિકો મિલના કમ્પાઉન્ડમાં બાંધવામાં આવેલું. એમાં ૧૬ મી સદીથી આરંભીને આધુનિક સમય સુધીના ભારતનાં વિવિધ કાપડ તથા વિશિષ્ટ પિશાકને સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ભરતકામ પિછવાઈ–કલા પટોળાં કંથાઓ અંગરખાં ચોસલા(કચ્છી ટોપીઓ) ચાકળા પડદા આભલાકામ ઇત્યાદિના નમૂના કાપડ તથા પોશાકોનું વૈવિધ્ય દર્શાવે છે. કાપડ માટેના વિવિધ પદાર્થો તથા કાંતણ અને વણાટનાં સાધનને વિકાસક્રમ વિવેકપુર સર પ્રદર્શિત કર્યો છે. ૨૩