________________
૫૦૦
આઝાદી પહેલા અને પછી
આવે છે. અન્ય સંસ્થાઓ તરફથી વિનિમયમાં મળેલ પુરાવસ્તુઓ તથા કેટલીક અન્ય પુરાવસ્તુઓને પણ એમાં સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં મૃભાંડો ઓજાર અભિલેખો સિકકાઓ મુદ્રાઓ તથા મુદ્રાંકે અને શિલ્પકૃતિઓ ઈત્યાદિના સંગ્રહ આવેલા છે. ૧૫
૨. પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ
જૂના સોમનાથ મંદિરના અવશેષ, એ સ્થાને નવું મંદિર બંધાવતાં પહેલાં થયેલા જૂના મંદિરના પાયાની ઉખનનમાંથી અને શાવના ટીંબાના તથા નગરના ટીંબાના ઉખનનમાંથી મળેલા પુરાવશેષોને સંગ્રહ કરવામાં આવ્યો. ૧૯૫૧ માં સ્થપાયેલું આ મ્યુઝિયમ પ્રાચીન પ્રભાસ તથા સોમનાથ પાટણના પુરાવશેષેની ઝાંખી કરાવે છે. એમાં શિલ્પકૃતિઓ અભિલેખો અને સિકકાઓ તથા મૃભાંડેના વિભાગ આવેલા છે.૧૬
૩. ભે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનનું મ્યુઝિયમ, અમદાવાદ
સન ૧૮૪૮ માં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સેસાયટી(જે હવે ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાય છે)એ છેક ફાર્બસ અને દલપતરામના સમયથી જૂની હસ્તપ્રતે એકત્ર કરવાનું શરૂ કરેલું.૭ ૧૯૩૮માં એ સંસ્થાએ પિતાને “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ’ સ્થાપ્યો ત્યારે અનુદાન દેતી પ્રાંતીય સરકારની સૂચનાથી એણે હસ્તપ્રત અને ખતપત્રો ઉપરાંત જૂના સિકકા તથા જૂની શિલ્પકૃતિઓ સંગૃહીત કરવા માંડેલી.૧૭એ ૧૯૪૬માં આ વિભાગ શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન નામે વિકસ્યો ત્યારથી એના પ્રાચીન વસ્તુસંગ્રહને પ્રતિવર્ષ વધુ ને વધુ સમૃદ્ધ કરવામાં આવ્યા. ૧૯૪૬ માં એના સંગ્રહમાં ૨,૯૭૬ સંસ્કૃત હસ્તપ્રત, ૧,૬૩૩ ગુજરાતી-હિંદી હસ્તપ્રતો, ૧૦૮ ફારસીઅરબી હસ્તપ્રત અને ૧,૮૭૮ સિકકાઓને સમાવેશ થયેલે, જયારે ૧૯૬૦ માં ૫,૭૯ર સંસ્કૃત હસ્તપતે, ૨,૭૩૮ ગુજરાતી-હિંદી-મરાઠી હસ્તપ્રત, ૧૦૦ ફારસી-અરબી-ઉર્દૂ હસ્તપ્રત, આપારાવ ભેળાનાથ લાઈબ્રેરી તરફથી મળેલી દર૦ સંસ્કૃત અને ૨૨૭ ફારસી–અરબી-ઉર્દૂ હસ્તપ્રતો, ૧,૮૭૮ સિક્કા, ૩ તામ્રપત્રો અને ૨૪ શિલ્પકૃતિઓને સમાવેશ થયો હતો.૧૯ ૧૯૬૦માં વિદ્યાભવન પિતાના અલાયદા મકાનમાં ખસેડાતાં એના મ્યુઝિયમને એક મેટા પ્રદર્શન-ખંડની સગવડ મળી છે ને એ ઈતિહાસ-પુરાતત્વ-સંસ્કૃતિનું ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે ઉપકારક નીવડયું છે.