________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૪૮૮
હતો, પરંતુ ૧૯૬૦માં મ્યુઝિયમ સ. ૫. યુનિવર્સિટીને હસ્તક કરાયું. સરદાર પટેલ યુનિવર્સિટી એને બહુહેતુક મ્યુઝિયમ તરીકે વિકસાવી રહેલ છે ૧૨ ૧૦. શ્રી ગિરધરભાઈ બાળસંગ્રહાલય, અમરેલી
સન ૧૯૩૪ માં અમરેલીના ગોહિલવાડ ટીંબામાંથી એકત્ર કરેલા પુરાવશેષનું પ્રદર્શન શ્રી પ્રતાપરાય ગિ. મહેતાએ સાર્વજનિક પુસ્તકાલયની બાજુના ખંડમાં ભરેલું. કેટલાક વર્ષો પછી મુંબઈ રાજયના નાણામંત્રી ર્ડો. જીવરાજ મહેતાના પ્રોત્સાહનથી શ્રી પ્રતાપરાય મહેતાએ અમરેલીમાં બાપયોગી સાર્વજનિક મ્યુઝિયમ સ્થાપવાનું સ્વીકાર્યું. રાજય સરકારે રંગમહાલનું મકાન મ્યુઝિયમ માટે આપ્યું, શ્રી પ્રતાપરાય મહેતાએ પિતા ગિરધરભાઈના નામનું આ મ્યુઝિયમ ૧૯૫૫ માં સ્થાપ્યું. અમરેલીની મ્યુનિસિપાલિટી એને વહીવટ સંભાળે છે. આ મ્યુઝિયમ અમરેલી અને એની આસપાસના વિસ્તારમાં બાળકોના શિક્ષણકેંદ્ર તરીકે મહત્ત્વ ધરાવે છે. એમાં અમરેલીની પુરાવસ્તુઓ, કલા અને પુરાતત્તવ, માનવજાતિવિદ્યા, પ્રાકૃતિક ઈતિહાસ, ખગોળ વાહનવ્યવહાર વિજ્ઞાન વાર્તા, તથા આંતરરાષ્ટ્રિય અને મત્સ્યગૃહના વિભાગ આવેલા છે. આ વિભાગોની પ્રદશિત વસ્તુઓ બાળકોને સમજાવવામાં આવે છે તેમજ તેઓને એ વિશે વાર્તારૂપે સમજૂતી પણ આપવામાં આવે છે.૧૩
આ કલા અને પુરાતત્ત્વને લગતું મ્યુઝિયમ ૧. સંસ્કારકે, અમદાવાદ
આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૯૫૭માં સ્થાપ્યું. આરંભિક વર્ષોમાં એના મકાનમાં માત્ર કામચલાઉ પ્રદર્શન યોજવામાં આવતાં. આગળ જતાં એમાં સ્થાનિક શિલ્પ સ્થાપત્યની કૃતિઓને તેમજ એન. સી. મહેતાએ એકત્ર કરેલ ચિત્રોનો સંગ્રહ ઉમેરાયો. આ મ્યુઝિયમમાં એ ઉપરાંત પ્રાકૃતિક ઈતિહાસ અને માનવવિદ્યાના વિભાગ રાખવાનું નિર્ધારેલું છે.'
છે. પુરાતત્વવિષયક મ્યુઝિયમ ૧. મ. સ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ અને પ્રાચીન ઈતિહાસ વિભાગનું
મ્યુઝિયમ,વડોદરા ૧૯૫૦ માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીને આ વિભાગ સ્થપાયો ત્યારથી જ આ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું છે. એમાં પ્રાયઃ આ વિભાગે સ્થળતપાસ અને ઉખનને દ્વારા પ્રાપ્ત કરેલી પુરાવસ્તુઓ સંગૃહીત કરવામાં