________________
૪૮૮
આઝાદી પહેલાં અને પછી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર
વિદેશની કારીગરીની હરીફાઈ કરવા પિતાની પ્રજાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ધરમપુરના મહારાજાએ ૧૯૨૮ માં આ મ્યુઝિયમ સ્થાપ્યું. એને મુખ્ય આશય વિદેશી કલાકારીગરી દર્શાવવાને હોઈ એમાં સ્થાનિક કે ભારતીય કલાની વસ્તુઓ કરતાં વિદેશી કલાની વસ્તુઓ ઘણી મોટી સંખ્યા ધરાવે છે. ૧૯૪૮માં એને વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ-વિભાગને સુપરત થયે. મ્યુઝિયમને બે મકાનમાં ગોઠવેલું. મુખ્ય મકાનમાં કાચની, હાથીદાંતની, પ૦૨ અને લાકડાની, ધાતુની. ચીની માટીની, કાપડની, ઘાસ અને વાંસની તેમજ લાખ અને જડાવની કલાત્મક કૃતિઓ, સિકકા, ટપાલ ટિકિટ, જંગલ અને ખેતીની પેદાશ, ભૂસ્તરવિદ્યા અને પ્રાણિવિદ્યાને લગતા નમૂના, ચિત્રવીથિ, વસ્ત્રો અને અલંક રે, મૃમ્ભાડે અને ઈટોના સંગ્રહ આવેલા હતા, જ્યારે વધારાના મકાનમાં વાદ્યોના નમૂના નજરે પડતા. : ૮. મ્યુઝિયમ ઓફ ઐટિકિવટીઝ, જામનગર
એની સ્થાપના એ સમયના નવાનગર રાજ્ય “લાખોટા' નામે મકાનમાં ૧૯૪૬ માં કરેલી. મૂળમાં એ પુરાતત્વવિષ્યક મ્યુઝિયમ હતું, જેમાં શિલ્પ અભિલેખે સિક્કાઓ હસ્તપ્રત ચિત્રો અને પ્રાગ-ઈતિહાસના વિભાગ હતા, પરંતુ એમાં એ ઉપરાંત પ્રાકૃતિક ઇતિહાસ, હુન્નર અને ભૂસ્તરવિદ્યાના વિભાગ ઉમેરાયા. પ્રાચીન અવશેષમાં સેંધોનાં નામ્રપત્રો, ભૂચરમોરીના યુદ્ધને લગતાં ભિત્તિ-ચિત્રો અને હાલાર તથા સોરઠનાં પુરાતન સ્થળોએ મળેલા અવશેષ ઉલ્લેખનીય છે. છેવટમાં બાલવિભાગ ઉમેરાયે, જેમાં રમકડાં, મસાલા ભરેલાં પંશુપંખીઓ વગેરે નેંધપાત્ર છે. છેવટમાં મ્યુઝિયમને વહીવટ મુંબઈ સરકારને હસ્તક હતો.૧૧ ૯. સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ, વલ્લભવિદ્યાનગર
આ મ્યુઝિયમ મૂળમાં ચારુતર વિદ્યામંડળ શ્રી અમૃત વસંત પંડયાની પ્રેરણા અને શ્રી ભાઈલાલભાઈ પટેલ(ભાઈકાકા)ના પ્રોત્સાહનથી ૧૯૪૯ માં સ્થાપેલું. એમાં સંગ્રહની શરૂઆત ખેડા જિલ્લાની પુરાવસ્તુઓ તથા નર્મદા ખીણના ભૂસ્તરીય અવશેષ રૂપે થયેલી. ડે. યૂથીએ ભેટ આપેલી સંખ્યાબંધ ધાતુપ્રતિમાઓ તથા કલાકૃતિઓ વડે મ્યુઝિયમ ઘણું સમૃદ્ધ થયું. મ્યુઝિયમના સંગ્રહમાં શિલ્પકૃતિઓ સિક્કાઓ શિલાલેખે અને કલાકૃતિઓને સમાવેશ થત હતો. એને વહીવટ શરૂઆતમાં ચારુતર વિદ્યામંડળની પુરાતત્વ સંસ્થાને હસ્તક