________________
૪૦
આઝાદી પહેલાં અને પછી કલાને લગતા ખંડ પણ હતા. ભારતીય સભ્યતા અને કલાને લગતી પાંચ ગૈલરીએમાં પ્રાગ–એતિહાસિક આઘ-અતિહાસિક પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કલાના નમૂના પ્રદર્શિત થયા, જ્યારે એક ખંડ વડોદરા રાજ્યના ઈતિહાસ માટે અને એક બીજો ખંડ વડોદરાની સ્થાનિક કલા માટે રખાય. અર્વાચીન ભારતીય કલા બે ગેલરીઓમાં પ્રદર્શિત થઈ. મ્યુઝિયમને પ્રાકૃતિક ઈતિહાસ–વિભાગ દસ ગેલરીઓમાં ગોઠવાયે—પાંચ પ્રાણિયવિદ્યાને લગતી અને બાકીની ભૂસ્તરવિદ્યા તથા પ્રાચીન વનસ્પતિવિદ્યાને લગતી. માનવવંશવિદ્યાને લગતા વિભાગમાં ભારતની લોકસંસ્કૃતિ તથા આદિવાસી જાતિઓની સંસ્કૃતિ રજૂ થઈ. ભારતીય શિલ્પકૃતિઓમાં ઈડર પ્રદેશની તથા અકેટા( વડેદરા)ની કૃતિઓ નેધપાત્ર છે. ભારતીય ચિત્રલાના વિભાગમાં ગુજરાત-રાજસ્થાનનાં લઘુચિ તથા મુઘલચિત્ર ઉલ્લેખનીય છે. વિવિધ હુન્નરકલાના નમૂના ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમમાં સમૃદ્ધ પુસ્તકાલય . વળી મ્યુઝિયમ સૂચિગ્રંથ તથા બુલેટિને પ્રકાશિત કરે છે. વડે દરાની મ. સ. યુનિવર્સિટીના મ્યુઝિયમવિદ્યા-વિભાગના વિદ્યાર્થીઓને આ મ્યુઝિયમ પ્રાયોગિક તાલીમ માટે સક્રિય સહકાર આપતું.
૨. વોટ્સન મ્યુઝિયમ, રાજકોટ
પુનર્વ્યવસ્થા પછી આ મ્યુઝિયમને ભૂસ્તરવિદ્યા પુરાતત્વ કલા હુન્નરે અને પ્રાકૃતિક ઈતિહાસના વિભાગોમાં વિભક્ત કરવા માં આવેલું. વળી કૃષિ શરીરશાસ્ત્ર ઉદ્યોગ વનસ્પતિશાસ્ત્ર ભૂગોળવિદ્યા વગેરેને લગતા નાના વિભાગ પણ રખાયા. સિક્કાઓ તથા શિલ્પ-સ્થાપત્યને લગતી વસ્તુઓમાં આ મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સહુથી મહત્ત્વનું મ્યુઝિયમ ગણાય. છેવટમાં આ મ્યુઝિયમને વહીવટ મુંબઈ ૨ જ્યને હસ્તક હતા.
જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ
સકકર બાગમાં આવેલું અગાઉનું રસુલખાનજી મ્યુઝિયમ’ આઝાદી પછી જૂનાગઢ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. ૧૯૪૮ માં ઇંટવાના ખેદકામમાં મળેલા પુરાવશેષ આ મ્યુઝિયમમાં ઉમેરાયા, જેમાં રુદ્રસેન-વિહારને લગતે મુદ્રાંક નોંધપાત્ર છે. મ્યુઝિયમ પુરાતત્વ. કલાઓ અને હુન્નરો, પ્રાકૃતિક ઈતિહાસ અને ભૂસ્તરવિદ્યાના વિભાગ ધરાવે છે. છેવટમાં એને વહીવટ મુંબઈ સરકારને હસ્તક હતે.