________________
પરિશિષ્ટ ૩
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ ગુજરાતમાં આ કાલખંડ દરમ્યાન મ્યુઝિયમના ક્ષેત્રે ઘણે વિકાસ થયે. આ વિકાસ મ્યુઝિયમની સંખ્યામાં જ નહિ, મ્યુઝિયમના પ્રકારો તથા વિષયેના વૈવિધ્યમાં પણ થયો. આ અગાઉના કાલખંડ દરમ્યાન ગુજરાતમાં છ મ્યુઝિયમ હતાં, જેમાંનાં પાંચ બહુહેતુક હતાં, જ્યારે એક કલાવિષયક હતું, ૧૯૫૮ સુધીનાં ભારતનાં મ્યુઝિયમની ડિરેકટરી (હાલ સ્વ. શ્રી શિવરામમૂતિએ તૈયાર કરી તેમાં કુલ ૧૭૪ મ્યુઝિયમોની માહિતી આપવામાં આવી છે. આ પૈકી ૨૨ મ્યુઝિયમ ગુજરાતમાં આવેલાં છે. એ પૈકી ૧૫ મ્યુઝિયમને પુરાતત્વીય અને સાંસ્કૃતિક
મ્યુઝિયમ તરીકે, ૬ મ્યુઝિયમોને શૈક્ષણિક અને વિજ્ઞાનનાં મ્યુઝિયમ તરીકે અને ૧ ઔદ્યોગિક અને વાણિજિયક મ્યુઝિયમ તરીકે વર્ગીકૃત કરેલાં હતાં. આ કાલખંડ દરમ્યાન સ્થપાયેલાં નવાં મ્યુઝિયમ પૈકીનાં ઘણાં ૧૯૪૭ પછી સ્થપાયાં હાઈ મ્યુઝિયમ-પ્રવૃત્તિને આઝાદી પછી ઘણું પ્રોત્સાહન મળ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
આ કાલખંડ દરમ્યાન સ્થપાયેલાં અને/અથવા વિકસેલાં મ્યુઝિયમનું વિહંગાવલોકન કરીએ.
અ - બહુહેતુક મ્યુઝિયમ ૧. બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી, વડોદરા I પિકચર ગૈલરીનું બાંધકામ ૧૯૧૪માં પૂરું થયેલું, પરંતુ એ પ્રથમ વિશ્વયુદ્ધના કારણે જાહેર જનતા માટે ૧૯૨૧ માં ખુલ્લી મુકાઈ. આગળ જતાં વધારાના ખંડ પણ બંધાયા. ૧૯૪૩–૫૩ દરમ્યાન એ સમયના નિયામક ડે. ગોએન્સે કલા અને ઈતિહાસને લગતા વિભાગેની પુનવ્યવથા કરી. દરમ્યાન ૧૯૪૮ માં મ્યુઝિયમને વહીવટ મુંબઈ સરકારના શિક્ષણ ખાતાને હસ્તાંતરિત થયો. કલા પુરાતત્ત્વ સંસ્કૃતિ વિજ્ઞાન માનવશાસ્ત્ર ઇત્યાદિ વિવિધ વિષયને આવરી લેતું આ બહુહેતુક મ્યુઝિયમ ગુજરાતનાં મ્યુઝિયમમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં ભોંયતળિયે ચાર યુરોપીય ખંડ' આવેલા હતા. જેમાં ગ્રીક-રોમન કલાથી માંડીને ૨૦મી સદી સુધીની યુરોપીય કલાના નમૂના જોવા મળતા. બૃહદ્રભારત જાપાન તિબેટ-નેપાળ ઈજિપ્ત–બેબિલેન ચીન અને ઈસ્લામી દેશની