________________
૪૯૪
આઝાદી પહેલાં અને પછી
પુરાતત્ત્વ અંગેના લેખ પણ કવચિત પ્રસિદ્ધ થયા કરે છે, પુરાતત્ત્વમંડળ, જૂનાગઢ આઝાદી બાદ નામશેષ થઈ ગયું.
આઝાદી પછી શરૂ થયેલા “સૌરાષ્ટ્ર સંશોધન મંડળ રાજકોટની પ્રવૃત્તિઓ ઈ. સ. ૧૯૬૦ સુધી ચાલુ હતી.
પુરાતત્વ સંશોધનમંડળ-પોરબંદર, સોરઠ સંશોધસભા-જૂનાગઢ, જૂનાગઢઈતિહાસસભા-જૂનાગઢ, ગુજરાત ઈતિહાસ પરિષદ–અમદાવાદ, સૌરાષ્ટ્ર ઈતિહાસસંશોધન સભા-રાજકોટ અને કચ્છ પુરાતત્વ સંશાધન મંડળ, ભૂજ આદિ સ્વૈચ્છિક મંડળો પણ ગુજરાતના પુરાતત્વના ક્ષેત્રે યત્કિંચિત યોગદાન આપી રહ્યાં છે, જે પૈકી સ્થાનિક રીતે પુરાતત્વ સંશાધન મંડળ–રિબંદર અને રાજ્યકક્ષાએ ગુજરાત ઈતિહાસ પરિષદ-અમદાવાદ–ની કામગીરી નેંધપાત્ર છે.
પાદદીપ
9. ૨. 3.
Archaeology in India, pp. 10 ff. Ibid., p. 25 Robert Bruce Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities (1916) વિગતે માટે જુઓ ગુરાસાંઈ ગ્રંથ ૧, પ્રકરણ ૫
૪