________________
૪૩
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ (૧૧) ઈ.સ૧૯૫૬ના સૌરાષ્ટ્રના પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ
ભારતીય સંવિધાન અન્વયે પુરાતત્વ હવે રાજ્ય સરકારને પણ આંશિક વિષ્ય બનતાં (ભૂ.પુ.) સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાએ, ભારત સરકારના ઈ. સ. ૧૮૫૧ ના કાયદાને ધ્યાનમાં રાખીને, આ કાયદો પસાર કર્યો. આ કાયદા હેઠળ તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર ન થયેલાં પ્રાચીન
સ્મારકે/સ્થળને “રાજયરક્ષિત સ્મારક તરીકે જાહેર કરી શકાય. સને ૧૯૫૬ દરમ્યાન (ભૂ. પુ.) સૌરાષ્ટ્ર રાજ્યનું (ભૂ. ૫) મહાદ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. મુંબઈ રાજ્યમાં પુરાતત્ત્વનું જુદું સ્વતંત્ર ખાતું જ નહોતું, એને બદલે પુરાભિલેખે અને એતિહાસિક સ્મારક' નામનું ખાતું હતું. વિલીનીકરણ બાદ સૌરાષ્ટ્રનું પુરાતત્વખાતું મુંબઈના ઉક્ત ખાતા હેઠળ સંપૂર્ણ ગુજરાત' માટે કામ કરતું થઈ ગયું હતું અને તા. ૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજ્યની રચના થતાં ગુજરાતનું પુરાતત્ત્વ ખાતું બની ગયું. (૧૨) ઈ. સ. ૧૯૫૮ને પ્રાચીન સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળ તથા અવશેના નિયમ
સ્વાતંત્ર્યપ્રાપ્તિને ૧૨ વર્ષ પૂરાં થતાં ભારતની સંસદે પુરાતત્ત્વને લગતા અગાઉના તમામ કાયદા અને એની ખૂબીઓ કે ખામીઓને ધ્યાનમાં રાખીને આ કાયદો પસાર કર્યો, જે તા. ૧૫–૧૦–૧૯૫૦ થી અમલમાં આવ્યું છે અને હાલ અમલમાં છે. (૧૩) ઈ. સ. ૧૯૫૯ના પ્રાચીન સ્મારકે અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષના નિયમ
ઈ. સ. ૧૫૮ ના કાયદા હેઠળ ઘડાયેલા આ નિયમ પણ તા. ૧૫-૧૦૧૯૫૦ થી અદ્યાપિપર્યત અમલમાં છે. (૧૪) ઈ. સ. ૧૯૫૬ ના મુબઈ ભૂમિગત ભંડારપ્રાપ્તિના નિયમ
મહાદ્વિભાષી મુંબઈ રાજ્યની સરકારે આ નિયમ ઘડ્યા, જે હાલ પણ ગુજરાતમાં અમલી છે. રાજ્યના પુરાતત્ત્વ-નિયામકને રાજ્યના ભૂમિગત ભંડાર પ્રાપ્તિ અધિકારી તરીકે નકકી કરવામાં આવ્યા છે. વૈધાનિક અને સ્વૈચ્છિક મંડળ
આઝાદી પહેલાં શરૂ થયેલ સ્વૈચ્છિક મંડળોમાં ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ અને ગુજરાત સંશોધન સભા, મુંબઈ વિવિધલક્ષી હેઈ એમનાં મુખપત્રમાં