________________
૪૯૨
આઝાદી પહેલાં અને પછી
કરી શકે અને તમામ રક્ષિત સ્મારકની જાળવણી પણ કેન્દ્ર સરકાર (ભા. પુ. સ.) કરે એમ આ કાયદાથી ઠર્યું.
(૭) ઈ. સ. ૧૯૪૭ ને પુરાવશેષ (નિકાસ-નિયમ) અધિનિયમ
બ્રિટિશ અમલ દરમ્યાન હજાર પુરાવશેષ વિદેશ ચાલ્યા જતા હતા તેથી આઝાદી મળતાં જ આ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદાથી પુરાવશેષોની ગેરકાયદે નિકાસ ઉપર નિયમન લદાતાં એ દુષ્કર બની. (૮) ઈ. સ. ૧૯૫૦નું ભારત–સંવિધાન - તા. ૨૬-૧-૧૯૫૦ થી સંવિધાન અમલમાં આવ્યું તેમાં પુરાતત્વને કેંદ્ર અને રાજ્યના વિષયોની સંયુકત યાદીમાં મૂકવામાં આવ્યું. પ્રાચીન સ્મારકે અને સ્થળને કેંદ્ર અને રાજ્યો વચ્ચે આ રીતે વહેંચવામાં આવ્યાં.
(ક) રાષ્ટ્રિય મહત્વનાં જાહેર કરવામાં આવે તેવાં સ્મારક કેદ્ર સરકારનાં, બાકીનાં રાજ્ય સરકારનાં (જેને રાજ્ય સરકાર છે તે પિતાના કાયદા હેઠળ રાજયરક્ષિત જાહેર કરી શકે) અને (ખ) રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવામાં આવે તેવાં પ્રાચીન સ્થળા/અવશેષા કેંદ્ર સરકારનાં, બાકીનાં કેન્દ્ર અને રાજય બંને સરકારનાં
આ સંવિધાનીય જોગવાઈને કારણે ભારત સરકાર(ભા. પુ.સ.)ની પૂર્વ મંજૂરી વિના કોઈ જ સરકારી ખાતું, સરકારી અર્ધ સરકારી ગેરસરકારી સંસ્થા કે જાહેર કે ખાનગી વ્યક્તિ પુરાતત્ત્વીય ક્ષેત્રાવેષણ સર્વેક્ષણ કે ઉખનન ન કરી શકે એમ ઠર્યું. (૯) ઈ. સ. ૧૯૫૧ ને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો તથા પુરાતત્વીય સ્થળો અને અવશેષ અધિનિયમ | ભારતના સંવિધાન મુજબ ભારત સરકારે પ્રાચીન સ્મારક અને સ્થળને રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવાનાં હેઈ સંસદે આ કાયદે પસાર કર્યો, છતાં આ કાયદા હેઠળ દરેક સ્મારક કે સ્થળને રાષ્ટ્રિય મહત્વનું જાહેર કરવા માટે ભારતીય સંસદે વારંવાર કાયદો પસાર કરવો પડે એમ આ કાયદાથી ઠર્યું. (૧૦) ઈ. સ. ૧૯૫૬ નો રાજ્યોની પુનર્રચનાને આધનિયમ
આ કાયદાથી ઈ. સ. ૧૯૫૧ ના કાયદાની ઉપર્યુકત ક્ષતિ દૂર કરીને “સંસદે પસાર કરેલા કાયદાથી” ને બદલે “સંસદે પસાર કરેલા કાયદાથી કે કાયદા હેઠળ રાષ્ટ્રિય મહત્વનાં જાહેર થયેલાં” એવો સુધારો કરવાથી ભારત સરકારને આ કાયદા હેઠળ પ્રાચીન સ્મારકે/સ્થળને રષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવાની સત્તા પ્રાપ્ત થઈ.