________________
४८८
આઝાદી પહેલાં અને પછી
સ્થાપત્યકીય સ્મારક
ડે. સાંકળિયાનું Archaeology of Gujarat ઈ.સ. ૧૯૪૧ માં પ્રસિદ્ધ થયું. એમની પહેલાંના વિદ્વાનોએ તત્કાલીન કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સ્થાપત્યકીય
સ્મારકે અંગે જે ખેડાણ કર્યા હતાં તેને આધાર બનાવી, તુલનાત્મક અભ્યાસ કરીને ડે. સાંકળિયાએ ગુજરાતમાં સ્થાપત્યકીય સ્મારકોનું વર્ગીકરણ કરી આપ્યું.
ઈ.સ. ૧૯૬૦ ના અંત સુધી ગુજરાતમાં રક્ષિત સ્મારકની સંખ્યા ૧૯૦ અને રાજ્યરક્ષિત સ્મારકોની સંખ્યા ૧૩૧ જેટલી હતી. શિલ્પકલા અને મૂર્તિકલા
ડે. મંજુલાલ મજમૂદાર, ઠે. ઉમાકાંત શાહ, ડે. ગેએસ, ડે. ૨. ના. મહેતા, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને શ્રી મધુ રૂદન ઢાંકી જેવા વિદ્વાનોએ ઈ.સ. ૧૯૬૦ સુધીમાં શિલ્પકલાના ક્ષેત્રે સુંદર ખેડાણ કરેલાં હતાં. અભિલેખે
વિવિધ વિદ્વાનોએ આ ક્ષેત્રે જે ખેડાણ કરેલાં તે તમામનું સંકલન શ્રી ગિ. વ. આચાર્યો “ગુજરાતના અતિહાસિક લેખો' નામના ત્રણ ગ્રંથોમાં કરી આપ્યું. એ ગ્રંથો ક્રમશઃ ઈ. સ. ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪ર માં પ્રસિદ્ધ થયાં. શ્રી ડિસકળકરે કાઠિયાવાડના અભિલેખોને અને શ્રી ગદ્રએ વડોદરા રાજ્યના કેટલાક અભિલેખો સંગ્રહ તૈયાર કર્યો. સિક્કા
માત્ર ગુજરાતના કે ગુજરાતમાંથી મળેલા સિકકાઓ અંગે કોઈ સંકલિત માહિતી ગ્રંથસ્વરૂપે બહાર નથી પડી.
ગુજરાતમાંથી મળી આવેલા ક્ષત્રપ-સિકકા અને/અથવા એના ઉપર થયેલાં સંશોધનને કારણે ક્ષત્રપ રાજાઓનું વંશવૃક્ષ અને એમની રાજ્યકાલનાં વર્ષ નકકી કરવામાં મહત્ત્વનું પ્રદાન થયું.
પુરાતત્ત્વીય ક્ષેત્રાવેષણે ચર્ચિત સમયગાળા દરમ્યાન ગુજરાતમાં ભૂસ્તરીય ભકાલમીય પ્રાગૈતિહાસિક આઘ-અતિહાસિક એતિહાસિક આદિ પુરાતત્વીય ક્ષેત્રે પાષાણયુગ, સિંધુ સભ્યતા, સ્થાપત્યકીય સ્મારકે, શિલ્પકલા અભિલેખે સિક્કા આદિ તમામ બાબતોને આવરી લેતાં સંખ્યાબંધ ક્ષેત્રા-વેષણ થયાં. ઈ. સ. ૧૦૫૮ ના કાયદાથી સરકારી કે ગેરસરકારી કોઈ પણ વ્યકિત કે સંસ્થા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વમંજૂરી મેળવ્યા વિના આ કાર્ય ન કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે.