________________
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
४८७
ખ્યાતિ અર્જિત કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના પુરાતત્વખાતાના પ્રથમ વડા તરીકે શ્રી હ. ૨. માંકડ બાદ શ્રી પુ. પ્ર. પંડયાએ પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણ અને ઉપનનના ક્ષેત્રે ભારે નામના મેળવેલી. એમના સમય દરમ્યાન તા. ૧–૧૧–૧૯૫૬ થી (ભૂ. પુ) સૌરાષ્ટ્ર રાજ્યનું (ભૂ. પુ.) દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયા બાદ શ્રી જ. મુ. નાણાવટી એમના અનુગામી બન્યા હતા. તા. ૧-૫-૧૯૬૦ થી હાલમાં ગુજરાત રાજ્યની રચના થતાં શ્રી નાણાવટીએ ગુજરાત રાજ્યના પુરાતત્વખાતાનું માળખું લઘુ ભા. પુ. સ. જેવું બનાવવા માટે સફળ પ્રયત્ન કર્યા. આ સમયગાળામાં કપ્રિય પુરાતત્વવિદેની પ્રવૃત્તિઓ પણ વિકસી. એમાંનાં કેટલાંક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વમંજૂરી લીધા વિના જ પુરાતત્વીય ક્ષેત્રા
નેષણ જેવી કામગીરી કરે છે, પુરાવશેષને એના મૂળ પ્રાપ્તિસ્થાને મૂળ પરિવેશના સંદર્ભમાં અભ્યાસ કર્યા વિના ખસેડે છે અને પરિણામે મહત્વના પુરાતીય પુરાવાઓને નાશ થાય છે. આ પ્રવાહ ચિંતાજનક છે. પ્રાગૈતિહાસિક પુરાતત્વ
સાબરમતીના કાંઠે વસેલા આદિમાનવની વધુ વિગત મેળવવા આ સદીના પૂર્વાર્ધમાં ડે, હ. ધી. સાંકળિયાએ સાબરમતીનું સર્વેક્ષણ કર્યું હતું. આઘઐતિહાસિક પુરાતત્ત્વ
દેશના ભાગલા પછી ગુજરાતમાં સિંધુ ઘાટીની સભ્યતા યાને હડપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધી કાઢવા માટેનાં સંખ્યાબંધ ક્ષેત્રાન્વેષણ ગુજરાતમાં લેથલ રંગપુર સોમનાથ અને રોઝડીનાં ઉત્પનન આદિ તમામ બાબતે ચર્ચિત સમયગાળાની મહત્વની દેન છે. એમાં શ્રી એસ. આર. રાવ અને શ્રી. પુ. એ. પંડયાનું પ્રદાન નેધપાત્ર છે. મહાપાષાણ સ્મારકો
પ્રસ્તુત કાલખંડ દરમ્યાન આ અંગે ગુજરાતમાં કશું સંશોધન થયું નહતું. એતિહાસિક પુરાતત્ત્વ
અમરેલી, સોમનાથ-મંદિર-વિસ્તાર, વડોદરાની મેડિકલ કોલેજને વિસ્તાર અને અકોટા જેવાં સ્થળાએ હાથ ધરાયેલાં ઉખનનેને પરિણામે આ દિશામાં પણ ખેડાણ થયું અને એના એક સુંદર આનુષંગિક પરિણામ તરીકે ઈ.સ ૧૯૬૦ પછીના બે દાયકાઓમાં ડે. ૨. ના. મહેતાના હાથે મધ્યકાલીન પુરાતત્વનો સુપેરે વિકાસ થયે.