________________
લલિત કલા
૪૧૯
અનુભવ પ્રાપ્ત કર્યા હતા તથા એમના સાથી શ્રી એન. એસ બેન્દ્રેએ દેશના અગ્રગણ્ય અને પ્રતિભા–સપન્ન કલાકાર અને અનુભવી શિક્ષક તરીકેની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ સંસ્થામાં વિશ્વમાં અદ્યતન કલાપ્રવાહેાને અનુલક્ષીને, ક્લાકારાની વ્યક્તિગત અનુભૂતિની અભિવ્યક્તિને સ્વીકારી તથા આજનો સૌંદર્ય ખાધની પરિભાષાને૧૦ સમજી અને એની સાથેના ક્લાકારને સંબધ જોડી કાઈ વિશેષ શૈલીનું અનુકરણ પણુ નહિ છતાં પરંપરાની અવગણના પણ ન કરી, પ્રયોગશીલતા તકનિક અને માધ્યમેાના પ્રયાગાને વિસ્તૃત સ્થાન આપી એના કલાસર્જનનાં મહત્ત્વપૂર્ણ તત્ત્વા તરીકે સ્વીકાર કર્યાં. આ સંસ્થાના વિદ્યાથીએમાં નવી દષ્ટિ, નવા માધ્યમ તથા પ્રયાગશીલતાના અભિગમ સ્પષ્ટપણે વર્તાય છે, એના પરિપાકરૂપે જે ક્લાકારો પ્રકાશમાં આવ્યા તેઓમાં જ્યોતિ ભટ્ટ, શાંતિ દવે, રમણિક ભાવસાર, બાલકૃષ્ણ પટેલ, જયત પરીખ, હિંમત શાહ, હકુ શાહ, રમેશ પડયા વગેરે મુખ્ય છે. આમ, ગુજરાતમાં કલાક્ષેત્રે નવા પ્રયાગે અને નવી વિચારધારાના ઉદય થયા.
૨. સંગીત
ગુજરાતના શિષ્ટ સૉંગીતના છેલ્લી એક સદીના ઇતિહાસની શરૂઆત જામનગરના રાજય-ગાયક - સ્વ. આદિત્યરામજી વ્યાસથી થઈ. એમના પુત્રો કેશવલાલ અને લક્ષ્મીદાસે ઈ.સ. ૧૮૯૫ માં સંગીતાદિત્ય' પૂર્વાધ અને ઉત્તરાધ એમ બે પ્રકાશન કર્યાં છે. ૧૧
લગભગ સવાસેા વર્ષોં પૂવે` વડાદરાના મહારાજા શ્રી સયાજીરાવે ગાયનશાળા સ્થાપી એના સંચાલન માટે પ્રેા. મૌલાબક્ષની નિયુક્તિ કરેલી, મૌલાબક્ષજી વિદ્વાન સંગીતશિક્ષક હતા અને એ સમયમાં એમનું સ્વરલિપિ પરનું પ્રભુત્વ આશ્ચર્ય પમાડે તેવું હતું. ઉત્તર હિંદુસ્તાની સંગીત માટે સ્વરલિપિ આપનાર એએ પ્રથમ સંગીતશાસ્ત્રી હતા. એમણે એ સમયમાં ગવાતા દેશી ઢાળાની સ્વરલિપિ સાથે પ્રકાશના કરી ગુજરાતની અનેરી સેવા બજાવી છે.૧૨ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને ત્યાં પણ અનેક વિદ્વાન કલાકાર હતા, જેમાં ખીનકાર રહીમખાં અને ગાયિકા ચંદ્રપ્રભા અગ્રગણ્ય કલાકાર હતાં.
ગુજરાતમાં નાયક અને ભેજક જ્ઞાતિઓએ વશપર પરાથી ભવાઈ–નાટથ અને સંગીત–પર‘પરાને જીવંત રાખી છે. તે જૈન વૈષ્ણવ અને સ્વામિનારાયણ