________________
૪૨૦
આઝાદી પહેલાં અને પછી
મંદિરમાં પૂજારી તરીકેને વ્યવસાય સ્વીકારી પૂજા ભણાવે છે તેમજ કીતને. કરાવી પ્રજામાં ધર્મ અને સંગીતનું પ્રચાર-કાર્ય કરે છે. ૧૩
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરણાઈ તબલાં કે ગાયન તરીકેને વ્યવસાય કરતી લંઘા કામમાં સારા ઉત્તમ કલાકારો થયા છે.
રિબંદરના પુષ્ટિસંપ્રદાયના ગોસ્વામી ઘનશ્યામલાલજી હિંદુસ્તાનના નામાંકિત હાર્મોનિયમ-વાદક હતા.૧૪ ત્યાર બાદ એમના પુત્ર ગોસ્વામી દ્વારકેશલાલજી અને હાલ એમના પુત્ર રસિકરાયજીએ આજે પણ હાર્મોનિયમ-વાદનની પરંપરા જાળવી રાખી છે,
૧૯૧૦ થી ૧૯૫૦ સુધી સંગીતક્ષેત્રે સારાય હિંદુસ્તાનમાં સૂર્યની જેમ છવાઈ ગયેલ આફતાબે-મૌસીકી' (સંગીત-ભાસ્કર) ઉસ્તાદ ફયાઝખાને ગુજરાતને ગૌરવ અપાવ્યું તેમજ વડેદરાને ઉત્તર હિંદુસ્તાની સંગીતનું કેંદ્ર બનાવ્યું. જૂની પેઢીના એઓ સમર્થ ગાયક હતા, જેને એક પગ મુઘલ શહેનશાહ અકબરના જમાનામાં હતા, કારણ કે મધ્ય યુગની દ્રપદ–ધમાર શૈલીને એએ તાદશ ચિતાર આપી શકતા, તે બીજો પગ આજના સંગીત-યુગની ધરતી પર હતો, કારણ કે આધુનિક ખ્યાલ ઠુમરી અને ગઝલશૈલીના પણ એ રંગદેવ હતા. ૧૫
વીસમી સદીની શરૂઆતથી ભારતીય સંગીત ક્ષેત્રે નવજાગૃતિ આવી. સંગીતના શિક્ષણકાર્યને વ્યવસ્થિત વિકાસ શરૂ થયો. હિંદુસ્તાનનાં અન્ય શહેરોની જેમ ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં પણ સંગીતસંસ્થાઓ શરૂ થઈ. વિષ્ણુનારાયણ ભાતખંડેએ હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ” નામના છ ભાગના પ્રકાશન દ્વારા સંગીત વિષયને વ્યવસ્થિત કર્યો. પં. ભાતખંડેછનું શ્રીમifiતમ્ તે ઉત્તર હિંદુસ્તાની સંગીતને સમર્થ શાસ્ત્રગ્રંથ છે, જેમાં વિભિન્ન ઘરાણવાળા ઉસ્તાદની ચીજોને વિશુદ્ધ કરી અનેક ચીજોનાં લક્ષણ આપ્યાં છે. પ. વિબરુ દિગંબરે તે આ વિષયના શિક્ષણકાર્યને ન્યાય આપી શકે તેવા શિક્ષક તૈયાર કર્યા.
રાષ્ટ્રિય શિક્ષણ સંસ્થાઓએ અન્ય શિક્ષણ સાથે સંગીતને પણ આવકાર્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૦ માં સંગીત વિષય લઈને સ્નાતક થવાની સગવડ હતી. સંગીતશાસ્ત્રી નારાયણ મોરેશ્વર ખરેએ ગૂજરાત વિદ્યાપીઠ તેમજ અમદાવાદના સંગીતવિકાસના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે. સાધુવૃત્તિના ખરેએ અભિજાત સંગીતનું મુક્ત હદયે દાન કર્યું. ગુજરાતનાં લોકગીતનું સંપાદન કરી સ્વરલિપિ સાથેનું પુસ્તક તેમજ આશ્રમ ભજનાવલીનું પ્રકાશન કરી લેકગીતભજને રાષ્ટ્રગીતને સંગીતક્ષેત્રે આદરણીય સ્થાન અપાવ્યું. ગૂજરાત વિદ્યા