________________
४१८
આઝાદી પહેલાં અને પછી
પૂરો કરી વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે જોડાયા. શ્રી રવિભાઈના પ્રથમ શિષ્યમંડળમાં શ્રી કૃષ્ણાલાલ ભટ્ટ, કનુભાઈ દેસાઈ અને જગહન મિસ્ત્રીને સમાવેશ થાય છે.
શ્રી રવિશંકર રાવળે વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની શિક્ષા માટે દેશના અન્ય ભાગોમાં મોકલ્યા. દેશના જુદા જુદા પ્રાંતમાંથી અલગ અલગ વિચારધારાનું ગુજરાતમાં આગમન થયું અને એને સમન્વય થયો. શ્રી કનુ દેસાઈને શાંતિનિકેતન, શ્રી રસિકલાલ પરીખને મદ્રાસ દેવીપ્રસાદ રાય પાસે અને પછી મુંબઈ, શ્રીયધર શુકલને મુંબઈ, શ્રી છગનલાલ જાદવને લખન અને શ્રી સોમાલાલ શાહ તથા શ્રી કૃષ્ણલાલ ભટ્ટને વડોદરામાં શ્રી પ્રમોદકુમાર ચેટરજી પાસે મોકલ્યા. આમ ગુજરાતમાં કલા અંગે નવા યુગનાં મંડાણ થયાં. શ્રી રવિશંકરની સંસ્થાના વિદ્યાથી. જૂથમાં શ્રી બંસીલાલ વર્મા, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, વ્રજલાલ ત્રિવેદી, ભીખુભાઈ આચાર્ય, લક્ષ્મણ વર્મા, ચંદ્રશંકર રાવળ, ધીરુ ગાંધી, શાંતિ શાહ અને દશરથ પટેલ વગેરેએ ચિત્ર-અભ્યાસને આરંભ કરી આગળ જતં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી.
શ્રી સોમાલાલ શાહે ભાવનગરમાં ચિત્રશિક્ષણ આપી વિનાયક પંડ્યા અને માકડ ભટ્ટ જેવા ઉચ્ચ વિદ્યાથીઓને તૈયાર કર્યા, જ્યારે શ્રી રસિકલાલ પરીખે શેઠ ચિ. ન. વિદ્યાવિહાર સંસ્થાના લલિતકલા–મહાવિદ્યાલયમાં અનેક શિષ્યોને કલાદીક્ષા આપી.
| ગુજરાતમાં કલા જાગૃતિથી એવું વાતાવરણ સર્જાયું કે થોડા કલાકારોએ પિતાની સ્વતંત્ર અને આગવી કલાસાધના અને પ્રયોગશીલતા વડે નવું સર્જન કરી ખ્યાતિ પ્રાપ્ત કરી. કુમાર મંગલસિંહજી–લાઠી, ખેડીદાસ પરમાર–ભાવનગર, ભૂપત લાડવા–રાજકાટ વગેરેએ સૌરાષ્ટ્રની લોકકલામાંથી પ્રેરણું લઈ આગવું સર્જન કર્યું. શાંતિ શાહ, દશરથ પટેલ અને જગુભાઈ શાહે પણ એ પરિપાટીના પ્રયોગ અજમાવી, પિતાનાં આગવાં વ્યક્તિત્વ અને અનુભૂતિ વ્યક્ત કર્યા. વિભિન્ન માધ્યમ અને નિજી દૌલીમાં કામ કરનાર કલાકારોમાં શાંતિ દવે, જેરામ પટેલ, પિરાજ સાગરા, ઈશ્વર સાગરા, રમણિક ભાવસાર, બાલકૃષ્ણ પટેલ, કનૈયાલાલ યાદવ, અશ્વિન મોદી, હકુ શાહ, ભાનુ શાહ, જયંત પરીખ, શિવ પંડ્યા, કિનારીવાળા, વિનય ત્રિવેદી, વિનેદ શાહ, વિનોદ પટેલ ઇત્યાદિ કલાકારો મુખ્ય છે. જીવન અડાલજા અને કાંતિલાલ રાઠોડ પણ વિશિષ્ટ કામ કરી રહ્યા છે.
દેશના કલા-શિક્ષણમાં ક્રાંતિ મહારાજા સયાજીરાવ યુનિર્વસિટી-વડોદરામાં લલિતકલા સંસ્થાની સ્થાપના થતાં આવી. માર્કડ ભટ્ટ સર્વ પ્રથમ આ સંસ્થાના અધ્યક્ષ નિમાયા. એમણે દેશવિદેશમાં કલાના ઉચ્ચ અભ્યાસ અને