________________
લલિત કલાઓ
૪૧૭
ચિત્ર ઘરઘરમાં પ્રચલિત થયાં હતાં. રાજા રવિવર્મા ત્રાવણકોરના રાજવંશી કલાકાર હતા અને એમનાં ચિત્ર પાશ્ચાત્ય પદ્ધતિનાં હતાં. વડોદરાના મહારાજા સયાજીરાવે પણ રાજા રવિવર્મા પાસે રાજપરિવારનાં ચિત્ર કરાવ્યાં હતાં. આ ચિત્રશૈલીથી ગુજરાતના જવાન કલાકારે આકર્ષાયા અને એ જ શૈલીમાં ચિત્રો કરવા લાગ્યા. ૧૯૦૭ માં અમદાવાદના કલાશિક્ષક શ્રી મગનલાલ શર્માએ રાષ્ટ્ર ભાવનાથી પ્રેરાઈ ભારતના નકશામાં હિંદદેવીનું ચિત્ર ચીતર્યું હતું, જે રવિવર્મા લિથો પ્રેસમાં છપાઈ પ્રગટ પણ થયું હતું. આ ચિત્ર આખા દેશમાં આદર પામ્યું હતું.
ગુજરાતમાં કલાશિક્ષણની શરૂઆત અને જાગૃતિ ૧૯૧૯ પછી શ્રી રવિશંકર રાવળે અમદાવાદને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારથી થઈ. શ્રી રવિશંકર રાવળ મુંબઈની “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના તેજસ્વી વિદ્યાર્થી હતા. એમણે ૧૯૧૪માં સ્વ. હાજીમહંમદ શિવજીના વીસમી સદી” માસિકમાં કલાકાર તરીકે સેવા આપેલી. એમાંનાં એમનાં રેખાચિત્રો અને ચિત્રથી બધા વાકેફ હતા. તદુપરાંત ગુજરાતના સમર્થ સાહિત્યકાર ક. મા. મુનશીની નવલકથાના ચૌલુક્યકાલની સમૃદ્ધિ દર્શાવતાં પાત્રોનાં સુંદર ચિત્ર એમણે કર્યા હતાં. શ્રી રવિભાઈએ અમદાવાદમાં એક સ્વતંત્ર ચિત્રકાર તરીકે જીવવાનો સંકલ્પ કર્યો અને સમસ્ત જીવન કલાનાં ઉત્થાન પ્રચાર અને પ્રસાર માટે અર્પણ કર્યું. શરૂઆતમાં એમણે ગુજરાત કલાસંઘ ચિત્રશાળા'ની સ્થાપના કરી અને કલા-અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષા આપવા માંડી. “ભારત કલામંડળને નામે એક અન્ય સંસ્થા સ્થાપી પ્રદર્શને વ્યાખ્યાને વાર્તાલાપ તથા કલાકારોને ઉત્તેજન આપવા માટે એક મંચની જરૂરિયાત પૂરી પાડી.
૧૯૨૪માં રવિશંકર રાવળે “કુમાર નામના માસિકને પ્રારંભ કર્યો. કુમાર”માં શિષ્ટ સાહિત્ય ઉપરાંત વિશેષ રૂપથી કલાકારોને પ્રોત્સાહન આપવા ચિત્ર, કલાકારોને પરિચય, દેશવિદેશનાં કલા અને કલાકારે પર વિસ્તૃત છે વગેરે વિપુલ પ્રમાણમાં આપી ગુજરાતની બુદ્ધિજીવી અને સામાન્ય પ્રજામાં કલાકાર રેડ્યા અને કલા પ્રત્યે રસવૃત્તિ અને જાગૃતિ આણી.
ગૂજરાત વિદ્યાપીઠમાં ભારતીય સંસ્કૃતિ અને કલાના વિષયને અભ્યાસકમમાં સવિશેષ સ્થાન આપવામાં આવ્યું. શ્રી કનુ દેસાઈને શાંતિનિકેતનમાં ઉચ કલાને અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી. શ્રી કનુ દેસાઈ અભ્યાસ