________________
ધાર્મિક સ્થિતિ
આર્ય સમાજ
વીસમી સદીમાં ગુજરાતની પ્રજામાં શિક્ષણ દ્વારા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પરિવર્તન લાવવામાં આ સમાજની વિચારસરણીએ નોંધપાત્ર પ્રદાન ક" છે. આ સમાજની સ્થાપના મુંબઈમાં સને ૧૮૭૫ માં કરવામાં આવી હતી. ‘આ” શબ્દના અર્થ થાય છે વેદમાં વર્ણવેલ ઋતના નિયમને અનુસરનાર સદ્ગુણી અને વિવેકશીલ વ્યક્તિ’, ‘સમાજ' એટલે સ`ગઠિત વ્યક્તિઓના સમૂહ. સ્વામી યાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના દ્વારા પ્રાચીન વેદધર્મની પ્રતિષ્ઠા કરી અને શિક્ષણમાં ગુરુકુલ-પ્રથાને મહત્ત્વ આપ્યું. ગુજરાતભરમાં આ સમાજની શિક્ષણસંસ્થાએ વિદ્યા અને સંસ્કારનુ કામ કરી રહી છે, જેમાં સુરત વડાદરા પેરબંદર જામનગર અને સેાનગઢનાં ગુરુકુલ ઉલ્લેખપાત્ર છે. આર્યસમાજના દસ સિદ્ધાંત નીચે મુજબ છે :
(૧) સવ" સત્યવિદ્યા અને પા વિદ્યાથી જે જાણવામાં આવે છે તે સ આદિ મૂળ પરમેશ્વર છે.
૪૦૩
(૨) ઈશ્વર સચ્ચિદાન’દ-સ્વરૂપ નિવિકાર, સર્વશક્તિમાન ન્યાયકારી દયાળુ અજન્મા અનંત અનાદિ અનુપમ સર્વાંધાર સર્વેશ્વર સવ્યાપક સર્વાંતર્યામી અજર અમર અભય નિત્ય પવિત્ર અને સૃષ્ટિકર્તા છે; એની જ ઉપાસના કરવી ચેાગ્ય છે.
(૩) વૈદ સર્વાં સત્યવિદ્યાઓનું પુસ્તક છે, વેનુ ભણવું ભણાવવું સાંભળવું અને સંભળાવવું એ બધા આર્યાના ધ છે.
(૪) સત્ય ગ્રહણ કરવામાં અને અસત્યને ત્યાગ કરવામાં સદા તૈયાર રહેવું જોઇએ.
(૫) સં કાર્યો ધર્માનુસાર અર્થાત્ સત્ય અને અસત્યને વિચાર કરીને કરવાં જોઈએ.
(૬) જગત ઉપર ઉપકાર કરવા અર્થાત્ શારીરિક આત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી એ સમાજને મુખ્ય ઉદ્દેશ છે.
(૭) સર્વાંની સાથે પ્રીતિપૂર્વક ધર્માનુસાર યથાયેાગ્ય વન કરવુ (૮) અવિદ્યાના નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ, (૯) દરેક આયે પેાતાની ઉન્નતિથી સ ંતુષ્ટ ન રહેવુ જોઇએ.
(૧૦) બધા મનુષ્યાએ સામાજિક સહિતકારી નિયમ પાળવામાં પરત ત્ર અને સ્વહિતકારી નિયમ પાળવામાં સ્વતંત્ર રહેવું જોઈએ.