________________
૪૦૨
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીએ હિંદુધર્મના રૂઢ આચારમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા અને પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જાગૃત કરી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી કાકાસાહેબ કાલેલકર, કેદારનાથ, સ્વામી આનંદ અને પંડિત સુખલાલજી જેવા વિદ્વાનોએ ધર્મનું ચિંતન સામાજિક, રાષ્ટ્રિય અને વૈશ્વિક ભૂમિકાએ કર્યું.
ગઈ સદીના ઉત્તરાર્ધમાં સ્થાપવામાં આવેલ પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થિયોસેફિકલ સેસાયટી, રામકૃષ્ણ મિશન ઈત્યાદિ નવી વિચારસરણીઓને પ્રભાવ ૨૦ મી સદીના પ્રથમ ચાર દાયકા સુધી રહ્યો હતે. પ્રાર્થનાસમાજ
ગુજરાતમાં ભોળાનાથ સારાભાઈ અને મહીપતરામ નીલકંઠના પ્રયત્નથી ૧૭ મી ડિસેમ્બર, ૧૮૭૧ ના રોજ અમદાવાદમાં પ્રાર્થનાસમાજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં એની વિચારસરણીથી આકર્ષાઈને શિક્ષકે, સરકારી અધિકારીઓ, સમાજસુધારકે અને કેટલાક અગ્રણી નાગરિકે અને સભ્ય થયા હતા. આ સંસ્થા તરફથી ધાર્મિક વિચાર અને આચારના પ્રચાર માટે “જ્ઞાનસુધા' નામનું પાક્ષિક પ્રસિદ્ધ કરવામાં આવતું હતું, જેને સત્ય જતાં માસિકમાં ફેરવી લેવામાં આવ્યું હતું. આ માસિક સને ૧૯૧૯ સુધી સતત પ્રગટ થતું રહ્યું હતું. એ સમયે આ માસિકની ગણતરી ગુજરાતનાં પ્રશિષ્ટ માસિકમાં થતી હતી. પ્રાર્થના સમાજના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે હતા ?
(૧) ઈશ્વર એક જ છે. એ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર, સ્થિતિમાં રાખનાર તથા સંહાર કરનાર છે. સૃષ્ટિના પદાર્થોથી એ ભિન્ન છે. એના વિના બીજે કોઈ પણ દેવ નથી. એ સર્વજ્ઞ સર્વવ્યાપી સર્વશક્તિમાન ન્યાયકારી કરુણામય પરમ પવિત્ર છે. એ જ ઈશ્વર પૂજ્ય છે.
(૨) ઈશ્વરની ભક્તિ એ જ ધર્મ છે. (૩) ભક્તિ એટલે સપ્રેમ શ્રદ્ધા ઉપાસના સ્તુતિ પ્રાર્થના અને સદાચાર.
(૪) ભક્તિ વડે ઈશ્વર પ્રસન્ન થાય છે અને આત્માનું અહિક-આમુષ્મિક કલ્યાણ થાય છે.
હાલમાં આ સંસ્થા તરફથી બાલમંદિર ધર્માદા-દવાખાનું ઇત્યાદિ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પ્રાર્થનાસમાજના સિદ્ધાંતની ગુજરાતના બહુજન સમાજ ઉપર અસર પડી નથી એ હકીક્ત નેંધવી ઘટે. ૧૧૦