________________
ધાર્મિક સ્થિતિ
૪૦૧ આમ ૧૯૧૪ થી ૧૯૬૦ સુધીના કાલ દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની બે શાખાઓ-રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટને કેટલાક પ્રચાર થયે હતે. ૧૯૬૧ ની વસ્તી ગણતરીના હેવાલ મુજબ ગુજરાતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી ૪૧,૬૯૨ હતી.
૧૦ નવી વિચારસરણુઓ અને તેઓને પ્રભાવ ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ગુજરાતમાં જે નવજાગૃતિ આવી હતી તેના પરિણામે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે નવી વિચારસરણીઓને ઉદ્દભવ થયે હતા તેની અસર વીસમી સદીમાં ચાલુ રહી હતી. આ નવી વિચારસરણુઓના કારણે ધર્મ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેની ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર ધપાત્ર અસર થઈ છે. નેંધપાત્ર બાબત એ છે કે આ સમયગાળામાં શિક્ષણ અને ધર્મ સમાજસુધારણાનું વાહન બને છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પરિચયને કારણે આપણામાં ધર્મ વિશેને. અભિગમ બદલાઈ ગયે, ધર્મ વિશેના રૂઢ અને સંકુચિત ખ્યાલે દૂર થયા અને એ અંગે વિચારણા કરવા માટે આપણામાં અતિહાસિક દૃષ્ટિને વિકાસ થયો. આ સમયગાળામાં થઈ ગયેલા કવિઓ શિક્ષકો અને સમાજસુધારકેએ સુધારાને સૂર ધીમે ધીમે સંભળાવીને ધાર્મિક વહેમ અંધશ્રદ્ધા મૂર્તિપૂજા તેમજ કર્મકાંડમાં ડૂબેલી ગુજરાતની પ્રજામાં નવું શૈતન્ય પ્રગટાવ્યું. આ ઉપરાંત યુરોપીય મિશનરીઓની તેમજ સરકારી નિશાળા, ઉચ્ચ શિક્ષણ આપતી કેલેજે અને યુનિવર્સિટીઓ. છાપખાનાં અને વર્તમાનપત્રો તેમ સામયિક, વ્યવસાયી અને અવેતન રંગભૂમિ, ધર્મ, શિક્ષણ અને સાહિત્યના વિકાસ માટે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ઈત્યાદિને કારણે ગુજરાતમાં આ સમયગાળામાં સાંસ્કૃતિક ઉત્થાનના શ્રીગણેશ મંડાયા, ગુજરાતના સમજુ અને શિક્ષણ વર્ગમાં પરંપરાગત ધર્મ-સંપ્રદાયના મૂલ્યાંકનમાં એતિહાસિક અને વૈજ્ઞાનિક અભિગમ આવ્યો. પરિણામે ધાર્મિક આચાર-વિચારમાં પરિવર્તન આવ્યું. બુદ્ધિવાદની સરાણ ઉપર ધર્મ-સંપ્રદાયની કસોટી થવા લાગી. આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને દીબ. નર્મદાશંકર દેવશંફર મહેતાએ ધર્મનું વિશ્લેષણ બુદ્ધિની ભૂમિકાએ કર્યું.
આ સમયગાળામાં ૧૯૧૫ માં આફ્રિકાથી ગાંધીજીનું ભારતમાં આગમન એ ભારતના અને ગુજરાતના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના છે. વીસમી સદીના ભારત કે ગુજરાત પર જ નહિં, પરંતુ સમગ્ર જગત પર ગાંધી-વિચારસરણીને પ્રભાવ પડ્યો. “અસ્પૃશ્યતાનિવારણ” અને “હરિજન-ઉદ્ધારના કાર્યો દ્વારા ૨૬