________________
४०४
આઝાદી પહેલાં અને પછી આર્ય સમાજના કાર્યકરોએ સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગો માટે જે સેવાકાર્ય કર્યું છે તેને ઉલ્લેખ કરે ઘટે. આ સમાજની વટલાયેલા હિંદુઓના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ નોંધપાત્ર છે. આર્ય સમાજની વિચારસરણુએ ગુજરાતી પ્રજાના સામાજિક આદર્શ ઘડવામાં અગત્યને ભાગ ભજવ્યો છે. થિયેફિલ સાયટી
વીસમા સૈકાના ગુજરાતી સમાજ પર પ્રાર્થનાસમાજ અને આર્ય સમાજની વિચારસરણીઓની જેમ થિયે સૈફની વિચારસરણીને પ્રભાવ બુદ્ધિજીવી વર્ગ પર જોવા મળે છે. વિદુષી ઍનિ બેસન્ટ થિયોસોફીને અર્થ દૈવી શાણપણ કરે છે. ગુજરાતમાં આ સંસ્થાની સ્થાપના સૌ-પ્રથમ સને ૧૮૮૨ માં ભાવનગરમાં કરવામાં આવી હતી. ગુજરાતનાં નાનાં મોટા નગરોમાં આ સંસ્થાની લગભગ ૫૦ જેટલી શાખાઓ છે. થિસૈફીની વિચારસરણીના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
(૧) પ્રજા ધર્મ પતિ જ્ઞાતિ કે રંગને ભેદ-ભાવ રાખ્યા વિના માનવજાતિના વિશ્વબંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું.
૨) વિવિધ ધર્મો તથા તત્ત્વજ્ઞાનના તુલનાત્મક દૃષ્ટિએ થતા અભ્યાસને ઉરોજન પ્રાપવું.
(૩) કુદરતના વણશોધાયેલા નિયમ અને મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓનું સંશોધન કરવું.
થિયોસોફીની વિચારસરણીને પ્રભાવ ગુજરાતના બૌદ્ધિક ઉપર વિશેષ પડો, કારણ કે એમાં હિંદુધર્મનાં પાયાનાં તત્વ–કર્મ અને પુનર્જન્મ તેમ ધર્મ અને યેગને આધુનિક સંદર્ભમાં સમજવા પ્રયત્ન કર્યો છે. રામકૃષ્ણ મિશન
રામકૃષ્ણ-મિશનની સ્થાપના સને ૧૮૯૭ માં ૧ લી મેના દિવસે કલકત્તામાં કરવામાં આવી હતી. આ મિશનને મુખ્ય હેતુ માનવજાતની સેવા કરવાને હતે. શ્રી રામકૃષ્ણ પરમહંસે જે ધર્મ સમજાવ્યો હતો તેને જીવનમાં ઉતારી પ્રજાની ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ કરવાને ઉદ્દેશ પણ એની સ્થાપનાના પાયામાં પડેલ હતા. મનુષ્યજીવનનું ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ છે. બધા ધર્મ સાચા છે; દરેક વ્યક્તિએ પોતાની જાતે ઈશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત કરવાનું છે. દરેક સ્ત્રી પુરુષમાં દૈવી આશ રહે છે, ભક્તિમાર્ગ એ શ્રેષ્ઠમાર્ગ છે ઃ ઇત્યાદિ રામકૃષ્ણના ઉપદેશને વ્યવહારમાં મૂકવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.