________________
ધાર્મિક સ્થિતિ
૩૭૩
આનંદપ્રસાદજી(ઈ.સ. ૧૯૩૦-૧૯૫૯) અને નરેદ્રપ્રસાદજી(ઈ.સ. ૧૯૫૯ થી) ગાદીપતિ થયા.૭ આચાર્ય શ્રીપતિપ્રસાદજીના ધર્મશાસનકાળ દરમ્યાન મુંબઈઅમદાવાદ બ્રોડગેજ રેલવે સાથે વડતાલને સાંકળવામાં આવ્યું.
આચાર્ય લક્ષ્મીપ્રસાદજીના સમય દરમ્યાન પેટલાદના શાસ્ત્રી યજ્ઞપુરુષદાસે (ઈ.સ. ૧૮૬૫–૧૯૫૧) ઈસ. ૧૯૦૭ માં સંદ્ધાંતિક મતવિરોધને કારણે પિતાના છ જોડીદાર સાધુઓ સાથે વડતાલ મંદિરમાંથી છૂટા પડી બચાસણ(તા. બોરસદ). માં પ્રથમ મંદિર સ્થાપ્યું (ઈ.સ. ૧૯૦૭). સંપ્રદાયને આ ફોટો “અક્ષર-પુરુષોત્તમ શ્રીબોચાસણવાસી સંસ્થા તરીકે પ્રસિદ્ધ થયે. યજ્ઞપુરુષદાસજી “શાસ્ત્રી મહારાજ' તરીકે જાણીતા છે. એમનું કાર્યક્ષેત્ર સને ૧૯૦૭ થી ૧૯૫૧ સુધી વિસ્તર્યું. સહજાનંદ–સ્વામિનારાયણ તે પુરુષોત્તમને અને ગુણાતીતાનંદ સ્વામી તે અક્ષરબ્રહ્મનો આવિર્ભાવ છે, પુરુષોત્તમની આરાધના અક્ષરબ્રહ્મની સાથે કરવી જોઈએ–આ માન્યતાને લઈને આ પેટા-સંપ્રદાય “અક્ષર-પુરુત્તમ એવા નામે ઓળખાય છે ને મંદિરમાં બંનેની મૂર્તિઓ પધરાવાય છે. શાસ્ત્રીજી મહારાજે બોચાસણ ઉપરાંત સારંગપુર(જિ. અમદાવાદ)માં ઈ.સ. ૧૯૧૬ માં, ગંડળમાં ઈ. સ. ૧૯૩૪ માં, ગઢડામાં ૧૯૪૫માં અને અટલાદરા(જિ. વડોદરા)માં ઈ.સ. ૧૯૫૧ માં
સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બંધાવ્યાં. મહીકાંઠા અને કાનમ વાકળના પછાત અને ઝનૂની લેકે માં સંસ્કારસિંચનનું એમણે મહત્ત્વનું કાર્ય કર્યું. ૧૯૫૧ માં શાસ્ત્રીજી મહારાજને અક્ષરવાસ થયા પછી એમના ઉત્તરાધિકારી યોગીજી મહારાજે રચનાત્મક કાર્ય ઉપાડયું. એમણે ૧૯૫૧ થી ૧૯૬૦ દરમ્યાન ઠેર ઠેર બાળમંડળ સ્થાપ્યાં. ગાંડળમાં ગુરુકુળ અને વિદ્યાલય સ્થાપ્યાં. ૧૯૬૦ માં વિદ્યાનગરમાં મેટું છાત્રાલય સ્થાપ્યું. રવિસભાઓ અને સમૈયા દ્વારા ભક્તજનોનાં હૈયાંને ભક્તિતરબોળ કર્યાસત્સંગશિક્ષણ-પરીક્ષાઓનું આયોજન કર્યું. એમનું આ કાર્ય ગુજરાત પૂરતું જ સીમિત ન રહેતાં દેશ-દેશાવરમાં પણ વ્યાપ્યું. પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, અને ઇંગ્લેન્ડને પ્રવાસ ખેડી ત્યાં સંસ્કારધામ સમા મંદિર રચ્યાં. એમણે સંપ્રદાયના સાહિત્યના પ્રચારને ખૂબ વેગ આપે છે. એમની પ્રેરણાથી. શ્રીજી મહારાજનું ચરિત્ર' શિક્ષાપત્રી” “વચનામૃત' વગેરે ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ થયા. સાંપ્રદાયિક બાલ-અને યુવા-પ્રવૃત્તિને વૈશ્વિક વ્યાપ પ્રમુખસ્વામી દ્વારા થયો. પ્રમુખસ્વામીએ ગોંડળમાં ઈ.સ. ૧૯૪૦માં શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લીધેલી અને તેઓનું “નારાયણસ્વરૂપદાસ” એવું નામ રાખવામાં આવેલું. ઈ.સ. ૧૮૫૦ માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે પોતાની જગ્યાએ સંસ્થાના પ્રમુખ તરીકે નારાયણસ્વરૂપદાસની નિમણૂક કરી ત્યારથી એઓ