________________
૩૭૪
આઝાદી પહેલાં અને પછી
પ્રમુખસ્વામી તરીકે ઓળખાયા. એમણે ખૂબ મોટા પાયા પર મહેસોનાં આયોજન કર્યા, જેમાં વર્ણ કે જાતિભેદને બાજુએ મૂકી સર્વધર્મ સમાદરનું અમૃત સિંચ્યું. પચીસ હજાર જેટલા યુવાનને ભારત વ્યાપી સંસ્કારસિંચનમાં આ સંસ્થાએ લગાડ્યા. અ
સહજાનંદ સ્વામીના ઉત્તરાધિકારી શિષ્યસ્વામી ગોપાલાનંદના વારસદારે નિર્ગુણદાસજી અને ઈશ્વરચરણદાસજી હતા. અમદાવાદના નરનારાયણદેવની ગાદીના આચાર્ય વાસુદેવપ્રસાદજી મહારાજના સમયમાં મિલકતની માલિકી માટે કાનૂની વિવાદ શરૂ થયું. ૧૯૨૦માં નિર્ગુણદાસજી તથા ઈશ્વરચરણદાસજીએ શ્રી સત્સંગ મહાસભા સ્થાપી. ઈશ્વરચરણદાસજીના વારસદાર મુક્તજીવનદાસજી સ્વામીએ ૧૯૩૦ માં મહાદીક્ષા ગ્રહણ કરી. એમને કાલુપુર મંદિર સંસ્થા સામે ઉગ્ર મતભેદ થતાં તેઓએ પિતાને અલગ સંપ્રદાય સ્થાપ્યું. મણિનગર એનું મુખ્ય કેંદ્ર બન્યું. સને ૧૯૪૧ માં ઈશ્વરચરણદાસજીએ મણિનગર માં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને ૧૯૪૪ માં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. ત્યાર બાદ મુક્તજીવનદાસજીએ અખિલ ભારત સાધુ સમાજ માં સંગીન કામગીરી બજાવી. દરેક સંપ્રદાયના વડાઓને એકત્ર કરી, સદાચાર સપ્તાહે જી અભૂતપૂર્વ કાર્ય કરી બતાવ્યું.૧૦ સને ૧૯૫૭ અને ૧૯૬૭ માં મુક્તજીવનદાસજીની ક્રમશઃ સુવર્ણ તુલા તથા પ્લેટિનમ તુલા થઈ. તેમાં આવેલ દાનથી તેઓએ શૈક્ષણિક તેમજ અન્ય સામાજિક સંસ્થાઓનાં નિર્માણ કર્યા. વળી ગુજરાતના પછાત ગણાતા પંચમહાલ જિલ્લાના આદિવાસીઓના હદયમાં ધાર્મિક સંરકારનું સિંચન કરી નવજાગૃતિ આણી. રામસનેહી સંપ્રદાય
સં. ૧૭૯૮(ઈ.સ. ૧૭૪૧-૪ર)માં જોધપુરના સ્વામી રામદાસે આ સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયને કેટલેક પ્રભાવ ગુજરાતમાં જોવા મળે છે. એના અનુયાયીઓ અમદાવાદ સુરત વલસાડ ઈડર પ્રાંતીજ વડેદરા વગેરે સ્થળોએ દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતમાં આ સંપ્રદાયના સંતેમાં સમર્થ દાસ(મૃ. ઈ.સ. ૧૯૩૬-૩૭)નું નામ વિશેષ નોંધપાત્ર છે. તેઓ ખિડાપા(રાજસ્થાન)ના સંત મનસુખદાનની શિષ્ય પરંપરામાં થયા. એમણે “ધ્રુવચરિત' જેવા બૃહદ્ કાવ્યની રચના હિંદીમાં કરી.૧૧ કબીર પથ | ગુજરાતમાં કબીરપંથની અનેક શાખાઓ પ્રચલિત છે, પરંતુ એમાં રામકબીર અને સતકબીર પંથ વિશેષ પ્રચલિત છે.