________________
૩૭ર
આઝાદી પહેલાં અને પછી
કરે છે. કચ્છમાં ધિણોધર અને સૌરાષ્ટ્રમાં ગિરનારને કેન્દ્રમાં રાખીને નાથ સંપ્રદાયને પ્રચાર પૂર્વવત ચાલુ રહ્યો. શાક્ત સંપ્રદાય
ગુજરાતમાં શાક્ત સંપ્રદાયનું અસ્તિત્વ ઘણું પુરાતન છે. ગુજરાતની ભૂમિમાં અંબિક લલિતા બાલા તુલા ભવાની તથા શીતળા વગેરે દેવીની પ્રતિષ્ઠા ઘણા પ્રાચીન સમયની છે. કાલિકાની માન્યતા ગુજરાતમાં સર્વત્ર પ્રસરેલી છે અને એને “ભદ્રકાલી' નામ આપવામાં આવ્યું છે. બહુચરાજી એ ચુંવાળની પીઠની દેવી છે. એ સ્થાનની મૂળ દેવી બાલાત્રિપુરા છે. અંબા કાલી અને બાલા એ મુખ્ય દેવીની પીઠે ગુજરાતમાં છે. એ ઉપરાંત કચ્છમાં આશાપૂરા, ભુજ પાસે રુદ્રાણી, બેટ દ્વારકા પાસે અભયા માતા, આભિલમાં લૂણી માતા, રિબંદર પાસે હરસિદ્ધિ માતા, હળવદ પાસે સુંદરી, નર્મદાતટે અનસૂયા અને ઘોઘા નજીક બેડિયાર માતાની ગૌણ શક્તિપીઠે આવેલી છે.* - ચરોતર પ્રદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માઈસ્વરૂપે માઈધર્મને આરંભ થયો છે. આ ધર્મ એ શક્તિધર્મનું જ નવું સ્વરૂપ છે. એમાં જગદંબાનાં અનેક સ્વરૂપમાંથી ગમે તે સ્વરૂપને પૂજનાર “માઈભક્ત' કહેવાય છે.
ચરોતરમાં નડિયાદ ખાતે કનિષ્ઠ કેશવે માઈમંડળ અને માઈમદિરની સ્થાપના કરી, સૌરાષ્ટ્રમાં પણ બાલાત્રિપુરા કાલી અને અંબાનાં ત્રણે સ્વરૂપની સ્થાપના માઈમંદિરરૂપે થઈ. માઈસંપ્રદાયમાં માઈના કમળ માતૃભાવની કલ્પના કરેલી છે નડિયાદમાં પ્રથમ “માઈબાલમંડળની સ્થાપના થઈ. ત્યાર બાદ ચરોતરમાં મહેમદાવાદ નાવલી કપડવંજ કઠલાલ ખેડા ઉમરેઠ ડાકર સાવલી વાડાસિનેર વગેરે સ્થળોએ માઈમંડળ સ્થપાયાં. માઈમાતાના ગરબા-રાસા ગાવા અને માઈ તરફને ભક્તિભાવ દર્શાવ, ભજનકીર્તન કરવું, એ અ! મંડળોને મુખ્ય ઉદ્દેશ છે. આ કાળ દરમ્યાન શાક્ત સંપ્રદાયને લગતાં સંખ્યાબંધ પુસ્તક પ્રગટ થયાં, જેણે પણ એ ઉદ્દેશ બર લાવવામાં સહાય કરી. સ્વામિનારાયણ સંપ્રદાય
ગુજરાતની પ્રજાને સંસ્કારસમૃદ્ધ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયને ફાળે સવિશેષ છે. સંપ્રદાયના બે વિભાગમાંના ઉત્તર વિસ્તારના નરનારાયણદેવ(અમદાવાદ)ની ગાદી પર આ કાલખંડ દરમ્યાન ધ. શ્રીવાસુદેવપ્રસાદજી (ઈ.સ. ૧૯૦૧-૧૯૩૬) અને ધ. ધુ. શ્રીદેવેંદ્રપ્રસાદજી(ઈ.સ. ૧૯૩૬–૧૯૬૮) અને લક્ષમીનારાયણદેવ (વડતાલ)ની ગાદી પર શ્રીપતિપ્રસાદજી(ઈ.સ. ૧૯૦૯-૧૯૩૦),