________________
ધાર્મિક સ્થિતિ
૩૭૧
પુષ્ટિમાર્ગ અને શુદ્ધાદ્વૈત સિદ્ધાંત
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનું પ્રદાન આ કાળ દરમ્યાન પણ જળવાઈ રહ્યું.
આ કાલખંડમાં પૂનામાં સ્થપાયેલી વૌષ્ણવ પરિષદની એક શાખા અમદાવાદમાં પણ પ્રવૃત્તિ કરતી. અમદાવાદમાંથી સ્વતંત્ર રીતે અનેક માસિક પ્રગટ થતાં. વૈષ્ણવધર્મપતાકા' અને પછી એના રૂપાંતર તરીકે “શુદ્ધાદ્વૈત અને ભક્તિમાર્તડ વેણરવ” અને “અનુગ્રહ' (૧૯૩૮), “પીયૂષ પત્રિકા' વગેરે મુખ્ય હતાં. વૌષ્ણવ પરિષદની પ્રવૃત્તિ ગુજરાતમાં ઢીલી પડતાં ૧૯૩૮ માં અમદાવાદમાં શુદ્ધાવૈત સંસદની સ્થાપના થઈ. એને ઉદ્દેશ “શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગના મૌલિક ગ્રંથોના અનુવાદ અને સૈદ્ધાંતિક સ્વતંત્ર સાહિત્યનું પ્રકાશન કરવાને રહ્યો. આ ગાળામાં નવી હવેલીઓ સ્થપાયેલી જાણવામાં આવી નથી, પણ જીર્ણોદ્ધાર થયે તે જૂનાગઢની મોટી હવેલી, માંગરોળમાં શ્રીગોકુલનાથજીનું અને બીજું શ્રીદ્વારકાધીશજીનું મંદિર, અમદાવાદની દેશીવાડાની પોળની હવેલી, વડોદરાની શ્રી કલ્યાણરાયજીની હવેલી, પાટણની શ્રીદ્વારકાધીશજીની અને શ્રીબાલકૃષ્ણલાલજીની હવેલીએ બેંધપાત્ર છે. આ સંપ્રદાયના શ્રીવલ્લભવંશીય આચાર્યો તેમજ અન્ય નામી ઇતર વિદ્વાને સાંપ્રદાયિક સિદ્ધાંતના વ્યાખ્યાનાદિમાં સતત પ્રવૃત્ત રહ્યા છે. રાધાવલ્લભ સંપ્રદાય
રાધામુખ શ્રીકૃષ્ણની સેવાભક્તિને લઈને ૧૬ મી સદીમાં પ્રવર્તેલ આ સંપ્રદાયને ગુજરાતમાં પણ ઘણે વિકાસ થયે હતા. આ કાલખંડ દરમ્યાન આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઘણી વધી અને સંપ્રદાયનાં ઘણાં મંદિર ગુજરાતમાં ઠેર ઠેર આવેલાં છે. એકલા અમદાવાદમાં જ રાધાવલ્લભનાં લગભગ ૪૨ જેટલાં મંદિર આવેલાં છે. મણિનગરનું રાધાવલ્લભનું મંદિર ઈ.સ. ૧૯૫૭માં બંધાયું હતું. શિવપ્રધાન સ્માત સંપ્રદાય
અર્વાચીન કાલમાં ગુજરાતમાં સાંપ્રદાયિક શિવભક્તિ કરતાં સાદી પૌરાણિક શિવભક્તિ હિંદુપ્રજામાં વધારે વ્યાપક દેખાય છે અને અનેક બ્રાહ્મણ શિવભક્તો શાંકર-દર્શનને માનવા છતાં પણ શિવલિંગનું ભજન-પૂજન કરે છે. સામાન્ય લેકે ઘેર કે મંદિરોમાં શિવલિંગને વૈદિક મંત્રોથી પૂજે છે. તિલિગ મનાતા કાશિવિશ્વનાથ કેદારનાથ રામેશ્વર મહાકાલેશ્વર જેવાં પ્રાચીન તેમજ અર્વાચીન શૈવતીર્થોની યાત્રા કરે છે. અને સાદી ભક્તિથી શિવલિંગપૂજન