________________
સાહિત્યિક સંસ્થાઓ
૩૬૭
વિદ્યાભવન નામે વિકસ્યો. એ માન્ય સંસ્થા તરીકે મુંબઈ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી અને ૧૯૫૦થી ગુજરાત યુનિવર્સિટીની કાયમી માન્યતા ધરાવે છે. એમાં હાલ ભારતીય સંસ્કૃતિનું અનુસ્નાતક કેંદ્ર ચાલે છે તેમજ સંસ્કૃત ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિમાં પીએચ.ડી.ના સંશોધનાથીએ ને માર્ગદર્શન આપવામાં આવે છે. સંસ્થા કેટલીક વ્યાખ્યાનમાળાઓ યોજે છે તેમજ માનવવિદ્યાઓ તથા સામાજિક વિદ્યાઓને લગતાં સંશોધનાત્મક પ્રકાશને કરે છે. ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલય તથા સંગ્રહાલયનું સંચાલન કરવા ઉપરાંત એ બંનેને વિદ્યાભવન પ્રતિવર્ષ વધુ ને વધુ સમૃદ્ધ કરતું રહે છે.