________________
આઝાદી પહેલાં અને પછી
પહેલાં સાહિત્યની પરીક્ષાઓ લેતી અને તેમાં શ્રેષ્ઠ આવનારને “નરેદ્રસિંહ મહીડા ચંદ્રક એનાયત કરવામાં આવતા, આઠેક વર્ષ આ પ્રવૃત્તિ ચાલેલી. હાલમાં, આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ ગુજરાતીમાં નિયત વિષમાં પાંચ પાંચ વર્ષ પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ કૃતિને “નર્મદ સુવર્ણચંદ્રક' આપવાની છે. આ પ્રવૃત્તિ ઈ.સ. ૧૯૪૦થી અસ્તિત્વ ધરાવે છે. (૯) દક્ષિણામૂર્તિ સંસ્થા (ભાવનગર)
અત્યારની પ્રચલિત કેળવણીથી અસંતોષ પામને ૧૯૧૦-૨૦ દરમિયાન વિકસેલી દક્ષિણામૂર્તિ સંસ્થાએ કેળવણીક્ષેત્રે અવનવા પ્રયોગ કર્યા. સંસ્થાના આદ્યપ્રણેતા નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈ બધેકા ગણાય છે. આ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલી. એણે બાલમંદિરની સ્થાપના અને બાલ અધ્યાપન મંદિરની શરૂઆત દ્વારા સમગ્ર ગુજરાતને નવી કેળવણીની દિશા સૂચવી છે. બાલમંદિરની યોજના અને બાળ સાહિત્યનું પ્રકાશન એ એની વિશિષ્ટ પ્રવૃત્તિ છે, (૧૦) પ્રાગ્ય વિદ્યામંદિર (વડોદરા)
સંસ્થાની વિધિવત સ્થાપના વડોદરામાં ઈ.સ. ૧૯૨૭માં થઈ. એના આદ્યપ્રણેતા દીવાન મણિભાઈ જશભાઈ અને મ. ન. દ્વિવેદી. મહત્ત્વની હસ્તપ્રતનું પ્રકાશન, ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ દ્વારા પુસ્તકોનું પ્રકાશન અને Journal of Oriental Institute નામે સંશોધન–માસિકનું સંચાલન વગેરે એની મુખ્ય પ્રવૃત્તિઓ છે. (૧૧) ગુજરાત સંશાધન મંડળ (મુંબઈ)
ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં જીવન, સંસ્કૃતિ, સમાજ અને સંસ્કારવિષયક સંશોધન માટે ઈ.સ. ૧૯૩૬ માં મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સંસ્થા દ્વારા ભાષાશાસ્ત્રીય અધ્યયનનાં કેટલાંક પુસ્તક પ્રગટ કરવામાં આવ્યાં છે. ઈતિહાસ સંસ્કૃતિ સામાજિક સ્વાશ્ય આર્થિક સમસ્યા વગેરેના સંશોધન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. (૧૨) ભેજે. વિદ્યાભવન (અમદાવાદ)
ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૯૩૦ માં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ કરેલે, તે ૧૯૪૬ માં શેઠ ભોળાભાઈ જેશીંગભાઈ અધ્યયન-સંશોધન