________________
સાહિત્યિક સંસ્થાઓ" સાહિત્ય સભા' રાખવામાં આવ્યું. સભાએ ‘સાહિત્યકાર' નામે વૈમાસિક શરૂ કરેલું જે ત્રણેક વર્ષ બાદ બંધ પડયું. સંશોધન પ્રવૃત્તિ અંગે સભા પાસે એક સમૃદ્ધ પુસ્તકાલય છે. સભા સાહિત્યિક પ્રવચને શરદ-ઉત્સવ સાક્ષર–જયંતી નિબંધ વક્તત્વસ્પર્ધાઓ સંમેલને મુશાયરાઓ પુસ્તક-પ્રકાશને જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. (૬) વિલેપારલે સાહિત્ય સભા (મુંબઈ)
મુંબઈમાં વિલેપારલેના સાહિત્યપ્રેમીઓએ ૧૮ મી ઑગસ્ટ, ૧૯૧૭ના રોજ વિલેપારલે ડિબેટિંગ સોસાયટીની સ્થાપના કરી. સમય જતાં એનું નામ વિલેપારલે લિટરરી યુનિયન” રાખવામાં આવ્યું, ને ૭મી નવેમ્બર, ૧૯૨૧ માં વિલેપારલે સાહિત્ય સભા' નામ પાડવામાં આવ્યું. સભાના ઉપક્રમે સાક્ષરોની જયંતીની ઉજવણી પુસ્તક-પ્રકાશન વ્યાખ્યાનમાળા ચર્ચાસભાઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. (૭) ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)
ઈ. સ. ૧૯૨૦-૨૧ ની અસહકારની ચળવળ શરૂ થતાં મહાત્મા ગાંધીજીએ શાળા-કોલેજ છોડવાને આદેશ આપ્યું અને રાષ્ટ્રિય પદ્ધતિએ સર્વાગી કેળવણું આપવાના ઉદ્દેશથી અમદાવાદમાં “ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાં બુનિયાદી શિક્ષણ, નાતૃભાષાને પ્રચાર, લોકજાગૃતિ અને ગાંધી સાહિત્યને સમાવેશ થાય છે. પ્રાથમિક કેળવણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. આ સંસ્થામાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરાઈ છે, એની પાસે સમૃદ્ધ ગ્રંથાલય છે, જેમાં ગાંધી સાહિત્યને એક અલાયદે વિભાગ છે. આ ઉપરાંત સંદર્ભ સંગ્રહમાં સંશોધનને જરૂરી એવી માહિતી માટે પ્રમાણભૂત સંદર્ભગ્રંથ વસાવવામાં આવ્યા છે. પ્રજાને વાજબી ભાવે પુસ્તકે સુલભ થાય એ માટે નવજીવન પ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠ પતે પણ અનેક મહત્વનાં પ્રકાશન કરતી આવી છે. (૮) નર્મદ સાહિત્ય સભા (સુરત)
સુરતના સાહિત્ય રસિકોએ ૧-૫-૧૯૨૩ના રોજ ગુજરાતી સાહિત્ય મંડળ” સ્થાપેલું, સમય જતાં ઈ. સ. ૧૯૩૮ માં નર્મદની સ્મૃતિ રૂપે એનું નામ “નર્મદ સાહિત્ય સભા' રાખવામાં આવ્યું. જનસમાજમાં શિષ્ટ સાહિત્ય પ્રત્યે અભિરુચિ જગાવવી, આ માટે પ્રસિદ્ધ સાક્ષરની શતાબ્દી ઊજવવી અને વ્યાખ્યાનમાળાએ જવી એ આરંભની પ્રવૃત્તિઓ હતી. આ સંસ્થા