________________
૩૬૪
આઝાદી પહેલાં અને પછી
ફ્રાસ ગુજરાતી સભા ત્રૈમાસિક'નું પ્રકાશન કરે છે. સાથે સાથે ચર્ચાએ, પરિસંવાદ, નિબધ—સ્પર્ધાએ પણ યાજે છે.
(૩) ગુજરાત સાહિત્ય સભા ( અમદાવાદ )
ગુજરાતી ભાષા સાહિત્ય અને સ શેાધનને ઉત્તેજન આપવા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાની પ્રેરણાથી ઈ. સ. ૧૮૯૮ માં અમદાવાદમાં સાશિયલ એન્ડ લિટરરી એસેશિયેશન'ની સ્થાપના કરવામાં આવેલી, જેને ઈ. સ. ૧૯૦૪ માં ‘ગુજરાત સાહિત્ય સભા` નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૬૯ માં એની રજતજયંતીએ બે મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા : (૧) ગુજરાતી પુસ્તકાની વાર્ષિક સમીક્ષા અને પ્રકાશન, (૨) ગુજરાતી સંસ્કારિતાને સમૃદ્ધ કરે તેવી કૃતિના સર્જકને “રણજિતરામ ચદ્રક” એનાયત કરવે, આ બન્ને પ્રવૃત્તિએ અદ્યાપિપર્યન્ત ચાલુ છે. સંસ્થા દ્વારા સાક્ષરજયંતીઆની ઉજવણી, વ્યાખ્યાનમાળા અને પ્રકાશનપ્રવૃત્તિઓ પણ ચાલે છે.
(૪) ગુજરાતી સાહિત્ય પરિષદ ( અમદાવાદ )
સ્વ. રણજિતરામ મહેતાની પ્રેરણાથી ઈ,સ, ૧૯૦૫ માં અમદાવાદમાં આ! સંસ્થા અસ્તિત્વમાં આવી. એને હેતુ ગુજરાતીમાં સાહિત્યિક આબાહવા પ્રગટાવવાનેા, ગુજરાતી સાહિત્યને વિસ્તાર વધારી અને લેાકપ્રિય કરવાને! અને ગુજરાતી પ્રજાજીવનને ઉન્નત, શીલવતુ, રસિક અને ઉદાર બનાવી પ્રજાના ઉત્કષ સાધવાં છે.
પરિષદ અધિવેશન અને જ્ઞાનસત્ર યેાજે છે. ૧૯૬૦ સુધીમાં ૨૦ અધિવેશને યાજાઈ ગયાં, એમાં સાહિત્યિક ચર્ચા-વિચારણા નિબંધવાચન કવિસમેલન પુસ્તકમેળા પ્રદર્શન વગેરેનું આયેાજન કરાય છે, પરિષદ દ્વારા વિદ્વાન વક્તાનાં વ્યાખ્યાન, સમાનસમારંભા જન્મજયંતીની ઉજવણી, પુસ્તક-પ્રકાશન અને અધ્યાપન–કાની પ્રવૃત્તિએ પણ ચાલે છે.
ગુજ·ાતી ભાષા - સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ અથે ‘આસ્વાદ', ‘સંસ્કાર' અને ‘દીક્ષા' પરીક્ષાએ પરિષદ યોજે છે. પરિષદ ‘પરબ' નામે માસિક ચલાવે છે.
(૫) પ્રેમાનંદ સાહિત્ય સભા (વડાદરા)
ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉન્નતિ તથા
જનસમાજમાં જ્ઞાનને
રોજ વડેાદરા સાહિત્ય
ફેલાવે! થાય એ શુભ હેતુથી ૧૧ મી નવેમ્બર, ૧૯૧૬ ના સભા'ની સ્થાપના થયેલી, પાછળથી તા. ૧-૧-૧૯૪૪ થી એનુ નામ પ્રેમાનંદ