________________
પરિશિષ્ટ
સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના વિકાસમાં સાહિત્યિક સંસ્થાઓને ૫ મૂલ્યવાન ફાળો છે. એમાંની કેટલીક અગ્રગણ્ય સંસ્થાઓની સમીક્ષા કરીએ. (૧) ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ)
૧૮૪૮ ડિસેમ્બર, ૨૬)માં અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સોસાયટી' તરીકે સ્થપાયેલી આ સંસ્થા ૧૯૪૬ માં “ગુજરાત વિદ્યાસભા' એવું નવું નામાભિધાન પામી છે. ઈ.સ. ૧૮૫૦ થી પ્રકાશિત થતું “બુદ્ધિપ્રકાશ' ગુજરાતનું એકમાત્ર ટકી રહેલું જૂનામાં જૂનું વિદ્રોગ્ય માસિક છે.
વિદ્યાસભા પાસે સમૃદ્ધ ગ્રંથાલય, વિપુલ હસ્તપ્રત–સંગ્રહ તથા વિશાળ પ્રેમાભાઈ હેલ’ અને રા. બ. રસ છે. કન્યાશાળા (પ્રાથમિકથી માંડી હાયર સેકન્ડરી સુધી) છે. સંસ્થાના બ્રહ્મચારીવાડી ટ્રસ્ટની યેાજના અન્વયે હ. કા. આર્સ કોલેજ (જુનું નામ “રામાનંદ મહાવિદ્યાલય)” અને બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા વગેરે ચાલે છે. ૧૯૩૮ માં વિદ્યાસભાએ “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ કરેલ જેમાં ગુજરાતી, સંસ્કૃત, અરબી-ફારસી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક શિક્ષણ અપાતું, તે ૧૯૪૬ માં “ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન' સ્વરૂપ પામ્યો છે. વિદ્યાસભાએ વિવિધ વિષયો ઉપર ૧,૫૦૦ જેટલાં પ્રકાશન કરીને ગુજરાતની ઘણી મોટી સાહિત્ય સેવા કરી છે. (૨) શ્રી ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ)
એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની પ્રેરણા અને મનઃસુખરામ ત્રિપાઠીના પ્રયાસથી ર૫મી માર્ચ, ૧૮૬૫ માં મુંબઈમાં ગુજરાતી સભા'ની સ્થાપના ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસાથે કરવામાં આવી. ફાર્બસના અવસાન (૩૧ ઑગસ્ટ, ૧૮૬૫) પછી એની સ્મૃતિ રૂપે સંસ્થાનું નામ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા રાખવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા જૂની ગુજરાતી હસ્તપ્રતેનું સંશોધન અને પ્રકાશનકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત એ. ગુજરાતી સંશોધનાત્મક કે વિવેચનાત્મક પુસ્તક પ્રગટ કરે છે. એની પાસે બુદ્ધિવર્ધક પુસ્તકાલય છે, જેમાં ૧,૫૦૦ જેટલી હસ્તપ્રત છે. ઈ. સ. ૧૯૩૬થી.