________________
આઝાદી પહેલાં અને પછી
નીલક’ઢનાં 'ભદ્રં ભદ્ર' રાઈના પર્વત' અને ધર્મ અને સમાજ'નાં લેખાવ્યાખ્યાતા, નાનાલાલના વસંતાત્સવ’ઈંદુકુમાર' અને ‘જયા—જયંત', કનૈયાલાલ મુનશોનો નવલિકાઓ અને ‘વેરની વસૂલાત' તેમ ાને વાંક' જેવી નવલથા, ઝવેરચંદ મેઘાણીની ‘ચિતાના અંગારા'ની વાર્તાઓ અને પેટલીકર જેવા ઘણા લેખકાની કૃતિઓને આના પુરાવા લેખે ઉલ્લેખી શકાય એમ છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં શરૂ થયેલા સંક્રાંતિકાલ હજુ પૂરા થઈ ગયા નથી અને આપણા ઘણા સામાજિક પ્રશ્ન સાવ નિરવકાશ બન્યા નથી. ગાંધીજી દ્વારા થયેલી વિચારક્રાંતિમાં પણુ સમાજસુધારણા આવી જતી હતી.
૩૩૬
એ જ સમયખંડની બીજી એક યુગપ્રવ્રુત્તિ ધર્મ સુધારણાની અને ધર્મશુદ્ધિની હતી, જે દુર્ગારામ મહેત!જીએ સુરતમાં સ્થાપેલી માનવધર્મ સભા અને પછી અમદાવાદની પ્રાર્થનાસમાજ આ સમાજ અને થિયોસાફિકલ સેાસાયટીની સ્થાપનામાં મૂ થઈ હતી તે પણ ‘પંડિતયુગ' અને ‘ગાંધીયુગ'માં ચાલુ રહી પેાતાની રીતે વિસ્તરતી બતાવી શકાય. પ્રાર્થનાસમાજના મુખપત્ર 'જ્ઞાનસુધા'ની લેખસામગ્રી અને ભેાળાનાથ દિવેટિયા તથા એમના પુત્ર નરસિંહરાવનું તથા રમણભાઈનું સાહિત્ય પ્રાથનાસમાજના પ્રભાવ પ્રગટ કરે છે.કવિ નાનાલાલની શરૂઆતની કૃતિઓમાં પણુ પ્રાર્થનાસમાજની અસર જોઈ શકાય. મણિલાલ દ્વિવેદી અને ‘કલાપી’ને થિયાસાફીએ આકષેલા અને સ્વીડનખાનાં પુસ્તકાના વાચને ‘ક્રાંત'ને ખ્રિસ્તી ધર્મી પ્રતિ વાળ્યા હતા, પણ હિંદુ ધર્મનો સ-પ્રાણતાએ પ્રગટાવેલા રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને રામતી તથા ગુજરાતના નૃસિંહાચાર્યાં અને નથુરામ શર્માનાં જીવન અને સ ંદેશે ત્યાર પછી એ અસરાને મેાળી પાડી નાખી, વેદ-પુરાણેાક્ત સનાતન હિંદુધર્માંનું શુદ્ધ સ્વરૂપ સમજાવી એની ઉપર વિચારશીલ વર્ગની શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે. એ જ કાર્યં ગાંધીજીએ પેતાના સદાજાપ્રત વિવેકપૂત આચરણથી સન ́તન હિંદુધ તે જીવી બતાવીને તેમ પેાતાનાં લખાણાથી સાધી આપ્યું છે. વિનેબા ભાવે, કાકા કાલેલકર, કિશે!રલાલ મશરૂવાળા જેવા એમના સાથીએની કલમે પણ એવી જ ધર્માંશુદ્ધિની સેવા બજાવી છે. પાંડિચેરી-નિવ સી શ્રી અરવિંદનાં તત્ત્વજ્ઞાન અને સાધનાપ્રણાલીને પણ ગુજરાતમાં એ પછી ઘણા સત્કાર મળ્યાનું અંબાલાલ પુરાણી ‘સુંદરમ્' પૂજાલાલ આદિનાં લખાણે દ્વારા જોઈ શકાય છે. દેશમાં આગલા શતકમાં જાગેલી નવચેતના આમ ઉત્તરાત્તર અનુગામી કાલ ખડામાં પેાતાની રીતે વિસ્તરી રહી હતી એ જોઈ શકાય. એ યુગચેતના એક કાલખ’ડ માંથી પછીનામાં પદાર્પણુ કરતી રહી હેાવાનું જ એ સિદ્ધ કરે છે.