________________
સાહિત્ય
૩૩૭
આમ હોવાથી ૧૯૨૦ પછી “પંડિતયુગ'ની સમાપ્તિ થઈ જઈ તત્ર સુતા સરસ્વતી એમ કહેવાય એવું નથી, “ગાંધી યુગમાં પણ એનું કાર્ય એના પ્રતિનિધિઓ દ્વારા એમના આયુષની સમાપ્તિ સુધી ચાલુ જ રહ્યું છે. “કાંતા” નાટક તથા “ગુલાબસિંહ” નવલકથા અને “આત્મનિમજજન'ની કવિતાના સર્જક અને જીવનનાં ઘણાં ક્ષેત્રોને સ્પર્શતા-છણતા મનનીય અને વિચારેજક નિબંધના સમર્થ લેખક મણિલાલની જીવાદોરી વહેલી પાઈ ગઈ, પણ “સરસ્વતીચંદ્ર' જેવી શકવતી ચિરંજીવ નવલકથાના કર્તા અને સ્નેહમુદ્રાના કવિ ગોવર્ધનરામ ત્રિપાઠીએ સ્વસંકલ્પિત વ્યવસાય-નિવૃત્તિ સ્વીકારી હતી એને “સાક્ષરજીવનની પિતાની ભાવના કે આદર્શને જીવીને ચરિતાર્થ કરી પિતાને વિચાર-મનન-પાક એના શ્રેયેથે પ્રજાને ધરવાને હેતુ વિશેષ પ્રમાણમાં સિદ્ધ થશે એવી આશા હતી, પરંતુ એ પણ ઝાઝું જીવી શકયા નહિ. એ બે સિવાયના “પંડિતયુગના મહારથીઓને લાભ ગુજરાતને “ગાંધીયુગ'માં મળી ચાલુ રહ્યો એ ખાસ બેંધવા જોગ બીના છે. અમેળની મુદ્રિકા' અને “ગીતગોવિંદના અનુવાદક કેશવલાલ ધ્રુવના વિક્રમોર્વશીયમ્ અને ભાસનાં નાટકનાં ભાષાંતર તથા અભ્યાસ-સંશોધન-પૂણું ઉઘાત અને પદ્યરચનાની એતિહાસિક આલોચના' તથા કવિતા ને સાહિત્ય” પછી રમણભાઈનાં “રાઈને પર્વત નાટક તથા “ધર્મ અને સમાજનાં બે પુસ્તકોના લેખ, નરસિંહરાવનાં “કુરુમમાળા” અને “હૃદયવીણા' પછીનાં ત્રણ કાવ્યપુસ્તક, ગુજરાતી ભાષાનાં ઉદ્દભવ વિકાસ અને સ્વરૂપ પરનાં ભાષાશાસ્ત્રીય વિલ્સન-વ્યાખ્યાના બે ગ્રંથ અને “મને મુકુર' “મરણમુકુર “અભિનયકલા “વિવર્તલીલા' જેવાં પુસ્તક, બલવંતરાય ઠાકરનાં કવિતા વાર્તા સાહિત્ય-વિવેચન અને અનુવાદનાં પુસ્તક, આનંદશંકર ધુવના “આપણે ધર્મ ગ્રંથ પછીના કાવ્યતત્વવિચાર' સાહિત્યવિચાર' દિગ્દર્શન “વિચારમાધુરી' જેવા લેખસંગ્રહ તથા “હિંદુ વેદધર્મ' જેવો ગ્રંથ અને નર્મદાશંકર મહેતાનાં ‘હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ ઉપનિષદ વિચારણા તથા “શાક્તસંપ્રદાય જેવાં પુસ્તક ચાલુ શતકના પૂર્વાર્ધમાં આપણને મળ્યાં છે. “કાંતને એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' અને એમનાં બે નાટક તેમજ નાનાલાલની ‘ઉષા' પછીની બધી કૃતિઓ “ગાંધીયુગ'માં જ પ્રગટ થયેલા છે. જેમની કવિત્વ–પ્રવૃત્તિ ઈ.સ. ૧૮૦૦ પહેલાં આરંભાઈ હતી તે ખબરદાર, બોટાદકર અને લલિત' જેવા કવિઓના કાવ્યસંગ્રહ પ્રગટ થવાને કાલખંડ પણ આ જ. ઉત્તમલાલ ત્રિવેદી, રણજિતરામ મહેતા, ચંદ્રશંકર પંડયા, કાંતિલાલ પંડયા, અંબાલાલ જાની આદિ પણ પિતાની શક્તિ-રીતિ અનુસાર “પંડિતયુગની : ૨૨