________________
સાહિત્ય
૩૩૫
ઉત્સાહ એ જ હતું એનું લક્ષણ. એમાં પ્રયોજાયેલ ભાષા બોલચાલની એટલે કે વ્યવહારની ભાષાની નજીકની આમવર્ગની હતી અને વિષય પર પૂરી લેકશાહી પ્રવર્તતી હતી. ૧૮૮૦ પછી યુનિવર્સિટીના પદવીધરના સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ સાથે આ મુગ્ધ ઉત્સાહને સ્થાને લખાણમાં સ્વસ્થતા પકવતા વિદ્વત્તા ઊંડાણ અને વ્યાપક્તા આવવા લાગ્યાં. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના તથા પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યમીમાંસાના પરિશીલને પરિત કરેલ રસ-રુચિને પ્રતાપે સર્જનમાં સાહિત્યવિવેક અને કલાદષ્ટિ વધતાં ચાલ્યાં અને વિષય તથા ભાષા પર સાહિત્યચિત શિષ્ટતા અને ગૌરવ સેવાતાં થયાં, એનું એક પરિણામ ભાષાને સંસ્કૃતપ્રચુર અને સહેજ અઘરી બનાવવામાં આવ્યું, જેના અતિગની મશ્કરી રમણભાઈને ભદ્રંભદ્ર દ્વારા કરવી જરૂરી લાગી હતી. આ બધાં કારણેએ તેમજ મણિલાલ ગોવર્ધનરામ નરસિંહરાવ રમણભાઈ આનંદશંકર, કેશવલાલ અને હરિલાલ ધ્રુવબંધુઓ અને બળવંતરાય ઠાકોર જેવા મહારથીઓથી વિભૂષિત ૧૮૮૦ થી ૧૯૨૦ સુધીના સમયપટને આપણે ત્યાં વાજબી રીતે જ “પંડિતયુગ” કહી ઓળખાવાયો છે. ગાંધીજીના આગમનના આગલા વર્ષે રમણભાઈનું “રાઈને પર્વત’ અને કવિ નાનાલાલનું “જયા-જયંત' એ બે નાટક, એની પહેલા વર્ષે નરસિંહરાવનું કાવ્ય પુસ્તક “નુપૂરઝંકાર', ૧૯૧૬ માં “સ્મરણસંહિતા', ૧૯૧૭ માં બળવંતરાય ઠાકરને કાવ્યસંગ્રહ “ભણકાર', ૧૯૧૮ માં કવિ નાનાલાલની લઘુકથા “ઉષા', એમ ૧૯૧૧ થી ૧૯ર૦ ના દશકામાં તે “પંડિતયુગ” પિતાનું તેજ દેખાડતે ઊભો હતે. એ દસકાને અંતભાગમાં “નવજીવન' સાપ્તાહિકના પ્રારંભથી સાહિત્યક્ષેત્રે ગાંધીયુગ” બેઠો એમ કહી શકાય.
એને અર્થ એમ નહિ કે “પંડિતયુગ” પૂરો આથમી જઈ એક ન જ યુગ પ્રારંભાયે. એમ કઈ પ્રત્તિ કે પ્રેરક બળોનાં ચુસ્ત જલાભેઘ (waternight) ખાનાં કે વિભાગ કે સમયખંડ પડી શકતાં હતાં જ નથી. આગલું સાવ નિર્મળ થતું હોતું નથી. એના વિલાવા પ ત્ર અંશ ઘસાતા જઈ નવાના અંશ પ્રવેશતા જાય એવી સ્થિતિ કેટલાક સમય સુધી ચાલુ રહે છે. પંડિતયુગ' પહેલાંના ત્રણ દસકાને કાલખંડ જેને પ્રમુખ વ્યક્તિઓનાં નામથી ઓળખાવવો હોય તે દલપત-નર્મદ યુગ' નામ અપાય અને એ સમયે પ્રવર્તમાન પ્રજામાનસ અને વિચારપ્રવાહ પરથી ઓળખાવ હેય તે “નવજાગૃતિકાલ” કે “પ્રબંધકાલ” કે “સંસારસુધારા યુગ” કહેવાય. એ પંડિતયુગમાં તે ઠીક, પણ એ પછી “ગાંધીયુગમાં પણ ચાલુ રહ્યો છે. ગોવર્ધનરામનાં “સ્નેહમુદ્રા' અને “સરસ્વતીચંદ્ર', રમણભાઈ