________________
કેળવણી
૩૦૯
૧૯૩૯ માં અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન અંગેને અનુસ્નાતક વિભાગ શરૂ કર્યો. ૧૯૪૬માં . વ. સંસાયટીએ ગુજરાત વિધાસભા' નામ ધારણ કર્યું ને એને અનુસ્નાતક વિભાગ . જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન રૂપે વિકસ્ય.
ઈ. સ. ૧૯૩૦ થી ૧૯૪૭ ના ગાળામાં અગ્રેજી માધ્યમિક શાળાઓની સંખ્યા વધી, અંગ્રેજી ભાષા અને શિક્ષણ તરફ લેકેની અભિરુચિ વધી. પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૯૪૫ માં ૯,૩૩૭ થી વધુ હતી.” માધ્યમિક શાળાઓનું સંચાલન ખાનગી મંડળો દ્વારા થતું. માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ, રમતગમત, વકતૃત્વ હરીફાઈ વગેરે ઇતર પ્રવૃત્તિઓ થવા લાગી.
શિક્ષણ વિશે પ્રજામાં જાગૃતિ આવતાં શહેરમાં જ્ઞાતિ છાત્રાલય ખૂલ્યાં. આજના શિક્ષણને પાયો ૧૯૩૯-૪૦ માં નંખાયો.૨૧ નઈતાલીમ
ઈ.સ. ૧૯૨૦થી ૧૯૩૦ માં નઈતાલીમ અથવા બુનિયાદી શિક્ષણ આપતી રાષ્ટ્રિય શાળાઓ ખૂલેલી, એ પછી બેચાસણમાં વલ્લભ વિદ્યાલય', વેડછીમાં
સ્વરાજ આશ્રમ', નડિયાદનાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને આંબળા(ભાવનગર)માં “પ્રામદક્ષિણામૂતિ” સંસ્થા શરૂ થઈ. આંબળામાં બુનિયાદી શિક્ષણ પછીની ઉત્તર બુનિયાદી શાળા પણ શરૂ થઈ પછી આવી સંસ્થાઓ મરેલી બારડેલી ગંદી વગેરે સ્થળોએ પણ વિકસી.
ઈ. સ. ૧૯૩૦ માં અસહકારની લડત ચાલુ થતાં સરકારે ગૂજરાત વિદ્યાપીઠની સમગ્ર સંસ્થાને સીલ માર્યા. પ્રજાએ સરકારી શાળાઓનો બહિષ્કાર કર્યો. ખાનગી શાળાઓ ગ્રાન્ટ લેતી નહિ અને નિરીક્ષણ કરવા દેતી નહિ. સરકારે શિક્ષકોની બદલી અને છટણી વગેરે શરૂ કર્યું, પણ એમાં એ નિષ્ફળ ગઈ.
ઈ. સ. ૧૯૩૭ માં વર્ધા યોજના કે નઈ તાલીમ–જેને ગાંધીજીએ પોતાની ઉત્તમ ભેટ કહી છે તે પ્રજા પાસે મૂકી. ઈ. સ. ૧૯૩૮ માં રાષ્ટ્રિય કેંગ્રેસે હરિપરામાં તેને સ્વીકારી. પ્રાંતિક સરકારોએ એને અમલ કરવાનું સ્વીકાર્યું (૧૯૩૯). એને હેતું સ્વાશ્રયનું મહત્ત્વ, ઉદ્યોગનું શિક્ષણ, એને અભ્યાસ સાથે અનુબંધ તેમજ સ્વરાજ્ય અને સ્વાવલંબનના આદર્શોને તથા કેળવણુનાં અહિંસામૂલક મૂલ્યોને પ્રસાર કરવાને હતે.
ઈ. સ. ૧૯૩૭ ની ૧૯૩૯ માં પ્રાંતીય સરકારે એ કેળવણીના ક્ષેત્રે સુધારા કરવા તથા ગામડાઓની શાળાઓ તેમ શિક્ષકમાં વધારે કરવાના પ્રયત્ન કર્યા તથા શિક્ષણને લગતી આર્થિક સહાય વધારી. મુંબઈ પ્રાંતમાં મુખ્યમંત્રી શ્રીખેરે પ્રૌઢ