________________
૩૦૮
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજી દઢ સંકલ્પવાળા અને સિદ્ધિ અથે સંપૂર્ણ આગ્રહ ધરાવનાર એક સમર્થ વ્યક્તિ હતા.૮ ઈ. સ. ૧૯૧૯ માં એમણે અસહકારની ચળવળ શરૂ કરતાં પ્રજાને ચાલુ શાળાઓ છોડવાની હાકલ કરી અને તે માટે નવી રાષ્ટ્રિય શાળાઓ ખેલી, જેમાં હજારો વિદ્યાથી જોડાયા. આ શાળાઓમાં ઉદ્યોગો તરીકે કાંતણ-વણાટ, સુથારીકામ, ખેતી–બાગકામ, સફાઈ, રસોઈ વગેરે શીખવાતાં. આવી રાષ્ટ્રિય શાળાઓ સત્યાગ્રહ-આશ્રમ (સાબરમતી), રાજકેટ, વઢવાણ અને મોડાસામાં શરૂ થયેલી.
ઈ. સ. ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ'ની ગાંધીજીએ સ્થાપના કરી. તેને ધ્યેયમંત્ર આ વિદ્યા યા વિમુ (મુક્તિ અપાવે તે વિદ્યા) હતો. વિદ્યાપીઠમાં આશ્રમશાળા અને વિદ્યાપીઠ વચ્ચે કડીરૂપ વિનયમંદિર શરૂ થયું. વિદ્યાપીઠમાં ધર્મ(સામાન્ય) અને નીતિ, પોરસ્ય ભાષાઓનું શિક્ષણ અને પુરાતત્વમંદિર જેવાં નવાં તત્ત્વ ઉમેરાતાં ગયાં.
ગાંધીજીએ આ સર્વાગી કેળવણી દ્વારા માનસિક બૌદ્ધિક અને તાર્કિક એમ બેઠાડુ કેળવણી જ નહિ, પણ શારીરિક માનસિક બૌદ્ધિક ભાવાત્મક તેમ રાષ્ટ્રિય જીવનને ઉપયોગી અને વ્યવસાયી કૌશલ સાથેની સ્વાશ્રયી કેળવણી આપતા પ્રયોગ પણ કર્યો.
ગુજરાતમાં ઈ. સ. ૧૯૨૫ માં ભાવનગરમાં કેળવણી મંડળ' સ્થપાયું અને ઈ. સ. ૧૯૨૭ માં અમદાવાદ લ સંસાયટીની સ્થાપના થઈ. કલાગુરુ રવિશંકર રાવળે કલાસંધ અને ચિત્રશાળાની સ્થાપના ઈ. સ. ૧૯૩૪ માં કરી અને ઈ. સ. ૧૯૩૫ માં ગાંધર્વ મહાવિદ્યાલય’ શરૂ થયું. એ જ સાલમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપાઈ, તેણે અમદાવાદમાં કોમર્સ, આસ સાયન્સ વગેરે કોલેજો શરૂ કરી. આ સંસ્થાને આ કેલેજોએ ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. એના આચાર્યો-અધ્યાપકે એ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે.
સને ૧૯૩૭થી માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત બન્યું. ઈ. સ. ૧૯૩૦ થી ૧૯૪૭ ના ગાળામાં અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ નડિયાદ પેટલાદ નવસારી વગેરે શહેરોમાં આસ સાયન્સ અને કોમર્સની વધુ નવી કોલેજ ખુલી. અમદાવાદ અને વડોદરામાં લની અને મેડિકલ કોલેજ સ્થપાઈ. આમ ગુજરાતમાં ઉચ્ચ વિદ્યાની કલેજે વધી તથા એમાં ઉત્તરોત્તર વિષયવૈવિધ્ય વધ્યું.