________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૪૭
વગેરે રોગચાળાને કારણે વ્યાપક જાનહાનિ થતાં મજૂરેની તંગી વર્તાતી હતી અને આ કારણે મજૂરી મેંદી થઈ હતી. આમ ખેડૂતને ઓછા ભાવ અને મેંઘી મજૂરીને કારણે બેવડે માર પડ્યો હતો. ૧૯૨૯ પછી વિશ્વવ્યાપી મંદીની અસર ગુજરાતને પણ થઈ હતી. જમીનના ભાવમાં તોફાની વધઘટને કારણે તથા અનાજ રૂ વગેરેના ભાવ બેસી જતાં ઉદ્યોગો અને ખેતી ઉપર વિપરીત અસર થઈ હતી. ૧૯૩૯-૪૫ ના બીજા વિશ્વયુદ્ધને કારણે અછત માપબંધી અંકુશ કાળાંબજાર, નાણાને ફગાવો અને મોંઘવારી અસ્તિત્વમાં આવ્યાં હતાં. લેકોમાં શિક્ષણની ભૂખ જાગવાથી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો અને વિદ્યાપીઠ, રાષ્ટ્રિય શાળાઓ, છાત્રાલય તથા દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. શહેર ઉપરાંત ગ્રામપ્રદેશ પણ શિક્ષણભિમુખ થયો હતે. આમ છતાં ગુજરાતને દેશી રાજ્યોને પીળો પ્રદેશ ૧૯૪૭ પૂર્વે એકહથ્થુ આપખુદ શાસન નીચે કચડાયેલું હતું. વડ અને અનેક વેરા લેકે ઉપર લદાયેલાં હતાં. આમાં વડોદરા ભાવનગર ગંડળ મોરબી જેવાં કેટલાક રાજ્ય અપવાદ-૩૫ હતાં. મજૂર ખેડૂતે આદિવાસીઓ હરિજન વગેરે પછાત વર્ગોની સ્થિતિ દુ:ખદ હતી. એમના ઉત્કર્ષ માટે કેટલીક સંસ્થાઓ સ્થપાઈ હતી અને કેટલાક કાર્યકરોએ એમનું સમગ્ર જીવન એમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આમાં આઝાદી બાદ ઘણે વિકાસ સધાયો છે.
સને ૧૯૧૨-૧૩ માં ઉત્તર–ગુજરાત ઝાલાવાડ સેરઠ અને કચ્છમાં દુકાળ હતું. ૧૯૧૩-૧૪ થી ૧૯૧૭–૧૮ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગોમાં દુકાળ અને અછતની પરિસ્થિતિ હતી. ૧૯૧૮-૧૯ માં સમગ્ર ગુજરાતમાં ભીષણ દુકાળ હતા. સાથેસાથ ૧૯૧૪ ના પ્રથમ વિશ્વયુદ્ધને કારણે કાપડ ખેરાકીની ચીજો ખેતીનાં ઓજારે તમાકુ દીવાસળી બળતણ કેસીન અને પરદેશથી આયાત થતી વસ્તુઓના ભાવમાં ખૂબ વધારો થયો હતો. અનાજ પૈકી ઘઉંના ભાવ વધ્યા હતા, પણ બાજરી જુવારના ભાવ ઉપર ખાસ અસર થઈ ન હતી. રૂ ની ૪૦૦ રતલ ની ગાંસડીને ભાવ ૧૯૧૩ માં રૂ. ૧૫૬ હતું તે ૧૯૧૪ માં નિકાસ અટકી જતાં રૂ. ૧૪૯ થયો હતો અને ૧૯૧૫ માં એને ભાવ રૂ. ૧૧૦ થઈ ગયે. હતું. ત્યારબાદ સ્થાનિક મિલને વપરાશ વધતાં ૧૯૧૬-૧૭ દરમ્યાન રૂને ભાવ વધીને રૂ. ૨૨૭ થયો હતો. આ કારણે ખેડા અને વડોદરાના મૂડી દારોએ પડતર જમીન ખરીદી લેવા ધસારો કર્યો હતો, જ્યારે ધીરધાર કરનાર જમીનમાં મૂડી રોકવાને બદલે બીજી વસ્તુઓમાં નાણાનું રોકાણ કરવા લાગ્યા હતા. સુખી ખેડૂત વધારે જમીન ખરીદવા લાગ્યા હતા અને કેટલાક વેપાર તરફ વળ્યા હતા