________________
૨૪૮
આઝાદી પહેલાં અને પછી
તથા જીનમાં ભાગીદાર પણ બન્યા હતા. શાહુકારે ખેડૂતનું શોષણ કરતા હતા. ૫૦ મણ બી ઉધાર લીધું હોય તે એને ૧૦૦ મણ પરત આપવું પડતું હતું. ગરીબો અર્ધભૂખ્યા રહેતા હતા. ૧૯૧૬-૧૭ કરતાં ૧૯૧૭–૧૮ માં કારીગરોની રજીના દરમાં ૧૯ ટકા વધારે થયું હતું. ૧૯૧૮-૧૯ માં એમાં ચાર ટકાને વધારે થયો હતો. મજૂરીના દર-વધારાના કારણે એમની સ્થિતિ સુધરી હતી. ખોરાકી વસ્તુઓના ભાવ અંકુશમાં રાખવા ૧૯૧૪-૧૫ અને ૧૯૧૫-૧૬ દરમ્યાન બર્મામાંથી ચોખાની આયાત કરાઈ હતી. ઘાસચારાના ભાવ પણ વધ્યા હતા. વેપારીઓને ૧૯૧૪–૧૮ દરમ્યાન નફાખોરી કરવા અછતને કારણે તક મળી ગઈ હતી. ૧૯૧૮-૧૯ માં જીવન-જરૂરી આયાતની વસ્તુના ભાવ વધવાને કારણે સરકારે સસ્તા અનાજની દુકાને ખોલી હતી. ગરીબ માણસોને ઘી-માખણ અલભ્ય બની ગયાં હતાં. અસાધારણ ભાવવધારાને કારણે લેકે માં તીવ્ર અસંતોષ વ્યાપી ગયું હતું.'
૧૯૧૭ પછી ધંધુકા-વીરમગામની ખુશ્કી જકાતની લાઈનરી ગાંધીજી તથા સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના પ્રયાસથી દૂર થતાં સૌરાષ્ટ્રમાંથી નિકાસ આદિને અવરોધ દૂર થયા હતા અને બંદરી શહેરમાં વેપાર વધ્યા હતા. તળાજા મહુવા વિકટર, (પીપાવાવ) પિરબ દર ઓખા જોડિયા અને નવલખીને જોડતી ભાવનગર-તળાજા મહુવા, રાજુલા-વિકટર, વેરાવળ-ઊના, જામનગર-ખંભાળિયા-ઓખા, હડમતિયા -જોડિયા, મેરબી–નવલખી, જેતલસર-પોરબંદર વગેરે રેલવે-લાઈને ભાવનગર જૂનાગઢ જામનગર મોરબી ગોંડળ વગેરે રાજ્યમાં નાખી હતી. ભાલના અવિ. કસિત પ્રદેશને વિકાસ થાય એ હેતુથી ભાવનગરને અમદાવાદ સાથે ટૂંકા માગે જોડતી બેટાદ–ધંધુકા-અમદાવાદ લાઈન ભાવનગર રાજ્ય નાખી હતી. જંગલની પેદાશના વહન માટે બીલીમોરા-વઘાઈ ઝઘડિયા-નેત્રંગ ઉમેરઝર-કેવડી વગેરે રેલવે-લાઈનો નખાઈ હતી. મોટા ખેડૂતની સ્થિતિ ભાવવધારાને લીધે સુધરી હતી અને તેઓ નવાં મકાન બનાવવા વધારે જમીન ખરીદવા લાગ્યા હતા. કોઈ ધીરધાર પણ કરતા હતા. સાથે સાથે ચા બીડી દારૂ વગેરેનું વ્યસન પણ વધ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે મોટરગાડી તથા પેસેન્જર બસે છૂટી થતાં ખાનગી બસ-વ્યવહાર બ્રિટિશ જિલ્લાઓમાં વધ્યો હતો અને તેથી રસ્તાઓ વધારે ખરાબ થયા હતા. અમદાવાદને મિલ-ઉદ્યોગ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે પરદેશી કાપડ તથા સૂતરની આયાત અટકી જતાં વિકર્યો હતો, આથી રૂનો ભાવ ગાંસડી દીઠ ૧૯૧૫ માં રૂ. ૨૧૫ હતા તે વધીને ૧૯૧૮માં રૂ. ૬૫૭ થયો હતે. ૧૯રર માં એ ઘટીને રૂ. ૪૮પ થયો હતે. રૂના ભાવ-વધારાને લાભ વેપારીઓ તથા