________________
૨૪૫
સામાજિક સ્થિતિ; પુરવણી ખ્રિસ્તી ધર્મ–અંગીકાર પ્રત્યેનું આકર્ષણ ઓસરી ગયું. સમાજમાં થતા સુધારાએની સાથે સાથે ગુજરાતી ખ્રિસ્તીઓમાંય જૂના અનિષ્ટ રિવાજોનું પ્રમાણ ઘટવા લાગ્યું ને તેઓના રીતરિવાજેમાં પાશ્ચાત્યીકરણનું પ્રમાણ વધવા લાગ્યું.
હિંદુ મુસ્લિમ પારસીઓ ખ્રિસ્તીઓ વગેરે માટે જુદા જુદા કાયદા ચાલે છે તેને બદલે સમાજમાં સહુને એકસરખો ન્યાય મળી રહે એ હેતુથી તથા સવ કેમ તથા સર્વ ધર્મસંપ્રદાયો માટે સર્વસામાન્ય ભારતીય કાયદો લાગુ પાડી શકાય તેવો લેકમત હજી વ્યાપક પ્રમાણમાં કેળવાય નહિ.
પાદટીપ 1. S. C. Misra, Muslim Communities in Gujarat, Chapter
9: Social Change in Recent years (pp. 158 ff.) 2. Chhanda Guha (Bose), Social work of Christian Missi
onaries in Gujarat : 1815–1947, Ch. III to VII