________________
२४४
આઝાદી પહેલાં અને પછી આ સમયગાળા દરમ્યાન મિશનરીઓની માધ્યમિક શાળાઓ તથા કોલેજ તેમજ હોસ્ટેલની સંખ્યા પણ વધતી રહી. વ્યાવસાયિક શિક્ષણ આપતી કેટલીક શાળાઓ પણ સ્થપાઈ. હવે સ્ત્રી-મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ ચાલું થઈ છે કે એ ખાસ કરીને શિક્ષણ અને તબીબી સેવામાં સીમિત રહી. ગુજરાતમાં મિશનરી હોસ્પિટલની જોગવાઈ ચાલુ રહી. ૧૯૪૧ માં આણંદમાં ક્ષયની હોસ્પિટલ સ્થપાઈ. સમાજના કચડાયેલા વર્ગના બાળકોના શિક્ષણ માટે રેમન કેથલિકો દ્વારા ૧૯૩૨ થી ૧૯૪૨ ના ગાળામાં ૧૭૦ જેટલી પ્રાથમિક શાળાઓ ગામડાંઓમાં ખેલવામાં આવી હતી. અમદાવાદની પ્રસિદ્ધ સેંટ ઝેવિયર્સ સ્કૂલ ૧૯૩૫ માં અને સેંટ ઝેવિયર્સ કોલેજ ૧૯૫૫ માં જેસુઈટ સંઘના સાધુઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આજે પણ આ બંને સંસ્થાઓ ગુજરાતના શૈક્ષણિક જગતમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
ખ્રિરતી સાધુ-સાધ્વીઓએ આરોગ્યના ક્ષેત્રો આપેલી સેવાઓ નેંધપાત્ર છે એમણે ઘણી હોસ્પિટલો ખોલી હતી. આણંદની સાલ્વેશન આમીર હોસ્પિટલ, ભરૂચનું ડન મૅટરનિટી હેમ, દાહોદની મિશન હોસ્પિટલ વગેરે હોસ્પિટલે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય દ્વારા ચાલતી હતી. ગુજરાતના જોકપ્રિય ટૅક્ટરમાં જેમનું નામ અગ્રગણ્ય હતું તેવા ન્યૂઝીલેન્ડના ડે. બ્રામવેલ કૂકે આણંદની સાલ્વેશન આમી હોસ્પિટલમાં વર્ષો સુધી સેવાઓ આપીને ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી લોકનાં મન જીતી લીધાં હતાં. રોમન કેથલિક સાધ્વીઓએ આ સમય દરમ્યાન રક્તપિત્તના રોગીઓ માટે કામ કર્યું". The French Salesian Missionaries of Mary Immaculate સંધની સાધ્વીઓએ અમદાવાદમાં કાગડાપીઠ લત્તામાં આવેલ રક્તપિત્તની હોસ્પિટલને હવાલે ૧૯૪૯ માં પિતાને હસ્તક લીધે હતો. આ જ પ્રમાણે Spanish Missionary Society of Sacred Heart સંઘની સાધ્વીઓએ સુરતમાં પાર્વતીબાઈ લેપ્રસી હોસ્પિટલમાં ૧૯૫૧ થી કામ શરૂ કર્યું". Spanish Carmelite Missionaries સંઘની સાધ્વીઓએ ૧૯૫૪ થી રક્તપિત્તિયાઓ માટે સેવા કરવાની શરૂઆત કરી હતી.
મિશનરીઓની આ પરમાર્થ–પ્રવૃત્તિઓને લાભ બિન-ખ્રિસ્તી વર્ગોને પણ મળે છે. ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ બ્રિટિશ શાસનકાલ દરમ્યાન દલિત વર્ગોમાં જલદી કામિયાબ બનતી, પરંતુ ગાંધીયુગ દરમ્યાન હરિજનોની સ્થિતિ સુધરતાં અને આઝાદી પછી તેઓને વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થતાં તેમજ શ્રી. અબેડકર અને એમના અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવતાં હરિજનમાં