________________
૨૩૪
આઝાદી પહેલાં અને પછી
સિવાયના છ ટકા પારસીઓના મોટા ભાગના, ગુજરાતનાં ગામડાઓમાં વસતા હતા તેઓ મુખ્યત્વે ખેતી અને દારૂતાડીના પરંપરાગત વ્યવસાય તથા ટ્રાન્સપર્ટના ધંધામાં રોકાયેલા હતા.'
દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપી વચ્ચેના મેદાવરા પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશનાં ગામડાઓમાં વસતા પારસીઓ “ગોદાવરા પારસી’ તરીકે ઓળખાય છે. એમને મુખ્ય વ્યવસાય ખેતી હતે. આકાશી ખેતીમાં ઉત્પન્નની અનિશ્ચિતતાને કારણે એમનું ગણે તે જમીન આપવાનું વલણ ધીમે ધીમે વધતું ગયું અને ખેતી એમને ગૌણ વ્યવસાય બને. ખેડે તેની જમીનને કાયદો અમલમાં આવતાં ઘણાં પારસી કુટુંબેએ એમની જમીન ગુમાવી દીધી, પારસીઓના હાથમાં અગત્યને વ્યવસાય દારૂતાડીને હતે. દારૂબંધી દાખલ થતાં ધણાં કુટુંબને ધંધે પડી ભાગ્યા. મ્યુનિસિપલ અને રાજ્યની ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થતાં ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતા પારસીઓના ધંધાને પણ ફટકો પડયો. આ બધાં પરિબળોને કારણે ગુજરાતના ગ્રામવિસ્તારમાં વસતા પારસીઓમાં શહેરમાં સ્થળાંતર કરવા તરફનું વલણ વધ્યું.* બીજી બાજુએ સરકારની દારૂબંધીની નીતિ હળવી થવાની અને દારૂતાડીને ધંધે પુનઃ ચાલું થવાની આશા, પિતાની જમીન ખેડે નહિ તે કાયદાના લીધે જમીન ગુમાવી દેવાની બીક, અને ઉચ્ચ કેળવણીએ બિલકુલ તાલીમ વિના શહેરમાં સ્થળાંતર કરવામાં ધંધારોજગાર મેળવવામાં રહેલા જોખમની દહેશતને કારણે પણ કેટલાંક પારસી કુટુંબેએ ગ્રામ-વસવાટ સાથે જકડાઈ રહેવાનું ઉચિત માન્યું ૪૮
કેળવણીના ક્ષેત્રે પારસી કેમ ખૂબ જ આગળ રહી છે. ૧૯૩૧ માં ૮૪.૫ ટકા પુરુષો અને ૭૩.૪ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. માણેક મિસ્ત્રીના ગ્રામવિસ્તારના ૧,૧૦૦ ગુજરાતી પારસી કુટુંબના સર્વેક્ષણ પ્રમાણે ૩૬ ટકા વડાઓએ પ્રાથમિક શિક્ષણ, ૪૫.૫ ટકા વડાઓએ માધ્યમિક શિક્ષણ, ૧૨.૩ ટકા વડાઓએ માધ્યમિક મૅટ્રિક્યુલેશન અને ૨.૮ ટકા વડાઓએ કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.૪૯ ગોદાવરા પારસીના અભ્યાસમાં પણ માત્ર પાંચ ટકા પારસીઓ જે નિરક્ષર જણાયા હતા.૫૦ પારસીઓએ પોતાની કેમના શિક્ષણ માટે અનેક સ્થળોએ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ ખોલી હતી. ખાસ કરીને સુરત ભરૂચ અને નવસારીની એમની અનેક સંસ્થાઓ (અનાથ આશ્રમે, ગ્રામગૃહે વગેરે) બાળક ના શિક્ષણની જવાબદારી ઉઠાવતી જણાય છે, ઉપરાંત અન્ય ટ્રસ્ટો મારફતે પારસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ અને આર્થિક મદદ મળી રહેતી. આ કામમાં શિક્ષણના ઘણાં ઊંચા