________________
સામાજિક સ્થિતિ
આધાર રાખતી થતી ગઈ. પરિણામે સંસ્થાની સ્વાયત્તતા ઉપર કાપ આવ્યું. સરકારી અનુદાન માટે સરકારી એકઠામાં બંધબેસતા રહીને કામ કરવું પડતું, જેથી લોકસેવાની કોઈ નવી યોજના, નવો વિચાર કે પ્રયોગ અમલમાં મૂકવા માટે સરકારી નિયમના ઢાંચાની બહાર જવા માટે બહુજ મર્યાદિત અથવા નહિવત અવકાશ હતા. કાર્યકરોનું કમિટમેન્ટ ઓછું થતું ગયું અને સેવાને બદલે સંસ્થામાં નોકરી કરવાને ભાવ વધતે ગયે. આ બધા ફેરફારો છતાં ટૂંકમાં એમ કહી શકાય કે ૧૯૬૦ સુધીમાં લેકકલ્યાણ અથે ગુજરાતમાં સરકારી તેમજ બિનસરકારી અનેક નાની મોટી સંસ્થાઓ ગ્રામ-પ્રદેશ તેમજ શહેરોમાં વિક્સી હતી અને સ્ત્રી બાળક મજૂર અને પછાત વર્ગોની સેવામાં એઓએ ઠીક ઠીક ફાળો આપ્યો હતો. પારસી સમાજ
લગભગ અગિયાર વર્ષ પહેલાં પારસીઓ ઈરાનમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવીને વસ્યા. એમણે ગુજરાતને પિતાનું વતન બનાવ્યું. ગુજરાતી ભાષા તથા કેટલાક રિવાજ અપનાવ્યા અને કાલક્રમે એમના સામાજિક જીવનમાં ગુજરાતની સાંસ્કૃતિક છાંટ પણ આવી. અંગ્રેજોના અમલ દરમ્યાન પારસીઓ એમના સવિશેષ સંપર્કમાં આવ્યા અને એમની જીવનશૈલીને પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ રંગ લાગે, એમ છતાં વસ્તીની દષ્ટિએ આ ખૂબજ નાનકડી પારસી કેમે પિતાની ધર્મ–પ્રણાલીને ચુસ્તપણે જાળવી રાખી. એને કારણે એમની કેટલીક આગવી અને વિશિષ્ટ સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે.
૧૯૦૧ માં પારસીઓની કુલ વસ્તી ૧,૦૦,૯૬ હતી તે થેડીક વધીને ૧૯૬૧ માં ૧,૦૦,૭૭૨ ની થઈ. ૧૯ મી સદી દરમ્યાન પારસીઓનું ગુજરાત બહાર, ખાસ કરીને મુંબઈમાં સ્થળાંતર કરવાનું વલણ આ સમય દરમ્યાન પણ ચાલુ રહ્યું. પરિણામે, ૧૯૬૧ માં માત્ર ૧૭ ટકા પારસીઓ ગુજરાતમાં વસતા હતા, જ્યારે ૭૦ ટકા પારસીઓ એકલા મુંબઈ શહેરમાં વસતા હતા.૪૫ બલસારાના કથન મુજબ ૧૯૩૫ ના અરસામાં ૮૯ ટકા પારસીઓ શહેરમાં વસતા હતા, જ્યારે ૧૯૬૧ માં સમગ્ર ભારતના ૯૪.ર ટકા અને ગુજરાતના ૭૩ ટકા પારસીઓ શહેરમાં વસતા હતા. ભારતની અન્યધમી શહેરી વસ્તીની ટકાવારી જોતાં જણાય છે કે પારસીઓમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબજ વધારે પ્રમાણમાં હતી. પારસીઓમાં આટલી મોટી માત્રાના શહેરીકરણમાં એમની ભૌગોલિક ગતિશીલતાની સાથે સાથે વ્યાવસાયિક ગતિશીલતા પણ જોવા મળે છે. શહેર