________________
૨૩૫
સામાજિક સ્થિતિ પ્રમાણ માટે પારસીઓની ઉદાર સખાવતે પણ કારણભૂત છે. પ્રમાણમાં ઊંચું શિક્ષણ અને શહેરી કરણને કારણે ઘણા પારસીઓએ લોખંડ અને કાપડના ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. સુરતમાં બેકરી અને સુરત તથા અમદાવાદમાં શરબતી પીણના ઉદ્યોગમાં પણ પારસીઓ મોખરે હતા. સુરત તથા ભરૂચ જિલ્લામાં પારસીઓ “રૂના રાજા' તરીકે જાણીતા બન્યા હતા. અલબત્ત, વખત જતાં, આ બધાં ઉદ્યોગ-ક્ષેત્રોમાં બીજા હરીફ ઊભા થતાં પારસીઓની અમુક ધંધાઓમાં ઈજારા જેવી સ્થિતિમાં ફેરફાર પડ્યો. ઉચ્ચ શિક્ષણ લીધેલામાંથી કેટલાક પારસીઓએ પરદેશગમન કર્યું. મોટા ભાગના પારસીઓ મુંબઈમાં વિવિધ ઉદ્યોગો તથા નોકરીઓમાં જોડાયા. સ્વતંત્રતા પછીના કાલમાં ગુજરાતના મેટા ભાગના પારસીઓ ખેતી ડેરી ધીરધાર કરિયાણાની દુકાન વગેરે ઉપરાંત ડ્રાઈવર ફિટર એન્જિનડ્રાઈવર અને કેટલાક વકીલ ડેંટર એન્જિનિયર પ્રોફેસર જેવા વ્યવસાયમાં રોકાયેલા હતા.
પારસીઓમાં જન્મદર ઘટી રહ્યો છે અને આયુ-મર્યાદા વધી રહી છે, પરિણામે પારસી સમાજ ઝડપથી વૃદ્ધ બની રહ્યો છે. આના કારણમાં યુવાન પારસીઓના સ્થળાંતર ઉપરાંત પારસીઓમાં ઊંચી જતી લગ્નવય અને અન્યધમી સાથે લગ્ન કરવાની સખતબંધી જવાબદાર ગણી શકાય. માલિની કર્કલના અભ્યાસ પ્રમાણે પારસી પુરુષોની સરાસરી લગ્નવય ૧૯૨૧ માં ૨૯.૫ વર્ષ હતી તે વધીને ૧૯૬૧ માં ૩૧.૧ વર્ષની થઈ, જ્યારે પારસી સ્ત્રીઓની સરાસરી લગ્નવય ૧૯૨૧ માં ૨૪.૪ વર્ષ હતી તે વધીને ૧૯૬૧ માં ૨૬.૬ વર્ષ થઈ હતી.પર પુરુષો તેમજ સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફનું વધતું વલણ, પુરુષ કમાતા અને સ્વતંત્ર રીતે ઘર ચલાવવાને શક્તિમાન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનું ટાળવાની વૃત્તિ, ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રીઓમાં નોકરી કરવા તરફને
ક, ઈત્યાદિ કારણે ઉપરાંત હિંદુઓના દાયજાના જે પારસીઓમાં લગ્ન વખતે રીત' કરવાને રિવાજ પારસીઓમાં ઊંચી જતી લગ્નવય માટે કારણભૂત ગણી શકાય. પારસીઓમાં બિનપારસી સાથે લગ્ન કરવાની મના છે. બિનપારસી સ્ત્રીને પરણનાર પુરુષનાં સંતાને નવજોત ની ક્રિયા પછી પારસી ગણાય, પરંતુ બિનપારસી પુરુષને પરણનાર પારસી સ્ત્રીનાં સંતાનોને નવજોત આપી શકાય નહિ અને તેઓ પારસી કેમની બહાર ગણાય. એકંદરે પારસીઓમાં મોડાં લગ્ન કરવા તરફ અથવા લગ્ન ન કરવા તરફ વલણ વધતું જણાય છે. દાખલા તરીકે, મુંબઈના પારસીઓમાં ૪૭.૭ ટકા પરિણીત હતા તે ૧૯૩૧ માં ઘટીને ૪૧.૪ ટકા થયાનું જણાયું હતું. ૧૯૬૬-૬૭ માં ગુજરાતના ૧૧ જિલ્લાઓનાં ગામોમાં ૩૧૪૯ પારસીઓમાં ૫૬.૯ ટકા પરિણીત અને ૧૨ ટકા વિધવા વિધૂર કે છૂટાછેડા લીધેલા માલૂમ પડ્યા હતા અને તેમ છતાં આ અભ્યાસમાં ૧૬ થી ૪૦ વર્ષની