________________
સામાજિક સ્થિતિ
૨૨૭
ચરખા અને ગૃહ-ઉદ્યોગ દ્વારા આર્થિક અને સામાજિક સમાનતા સ્થાપીને આ લેકેનું કલ્યાણ સાધી શકાશે એમ ગાંધીજી માનતા હતા.૩૦
ગ્રામવાસીઓ કરતાં પણ ગુજરાતમાં આદિવાસીઓની સ્થિતિ વધારે કંગાળ હતી. એમનું શાહુકાર દ્વારા શોષણ થતું, ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા કનડગત થતી. વડોદરા રાજ્ય–શાસિત વિસ્તારમાં એમના ઉત્કર્ષ માટે સયાજીરાવે પહેલ કરી હતી.એમની દીનહીન દશાથી દ્રવિત થઈને ૧૯૧૭–૧૮ માં પંચમહાલમાં સુખદેવભાઈએ એમની સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. દુકાળનાં વર્ષોમાં ભીલ લેકેમાં રાહત કાર્ય માટે ઈદુલાલ યાજ્ઞિક અને ઠક્કરબાપા ગયા. એઓની પરિસ્થિતિથી વ્યથિત થઈને, સેવાને ભેખ લઈને ઠક્કરબાપા થોડાક કાર્યકરો સાથે કાયમ માટે એ વિસ્તારમાં ભીલેની સેવા અથે બેસી ગયા અને ૧૯૨૩ માં ભીલ સેવા મંડળની સ્થાપના કરી. આ મંડળ દ્વારા આશ્રમશાળાઓની સ્થાપના થઈ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. આદિવાસીઓમાં શિક્ષણ ઉપરાંત એમનું શોષણ અટકાવી, ગૃહઉદ્યોગ દ્વારા રોજીરોટીની તકો ઊભી કરી, એમનાંમાંથી અજ્ઞાન, વહેમ જડતા દૂર કરી એમનાં સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યકરોએ અથાક પ્રયત્ન કર્યા. આશ્રમશાળાઓ આદિવાસીઓના શિક્ષણ માટે કલ્યાણકારી થઈ હતી એટલે એને “જના' તરીકે પ્રથમ મુંબઈ રાજ્ય અને ત્યાર પછી ભારતનાં અન્ય રાજ્યોએ અપનાવી.
દક્ષિણ ગુજરાતમાં જંગલ જેવા આદિવાસી-વિસ્તારમાં વેડછી ગામે જુગતરામ દવેએ થાણું નાખ્યું. આદિવાસીઓના વિકાસ માટે એમણે “રાનીપરજ સેવાસંધ સ્થાપીને હળપતિઓના પ્રશ્ન ઉકેલવાના પ્રયાસ કર્યા હતા. શિક્ષણના ફેલાવાથી આદિવાસીઓમાંથી જ કેટલાક કાર્યકર્તાઓ ઊભા થયા હતા. એઓ પિતે જ પિતાના લેકેના કલ્યાણકાર્યમાં સાથ આપવા સમર્થ બન્યા હતા. આઝાદીની ચળવળ દરમ્યાન નરહરિ પરીખ ને સ્વામી આનંદ તેમજ કેટલાયે નાનાંમોટાં સેવક લેકકલ્યાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. મીઠુબહેન પિટીટે ગાંધીજીની અસરથી રંગાઈને પિતાનું જીવન દેશસેવા અને દીન દુઃખિયાંની સેવામાં અર્પણ કર્યું. એમણે માંડવી તાલુકાના પુના ગામે રાનીપરજ વિદ્યાલય અને ખાદી આશ્રમ સ્થાપીને રાનીપરજ કેમની મહત્ત્વની સેવા કરી. આ ઉપરાંત કરમસજી પિટીટ દરદી-નિવાસ'ની સ્થાપના કરી તેમજ “ “મરેલી આશ્રમની સાથે માનસિક દદીઓ માટે એક કેંદ્રની સ્થાપના કરી. માનસિક દર્દીઓની સારવાર માટેનાં ગુજરાતમાં જે થોડાં કેદ્ર છે તેમાં આ એક અગ્રસ્થાને છે. ૩૯