________________
૨૨૮
આઝાદી પહેલાં અને પછી
સમગ્ર ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પણ જ્યાં જ્યાં આપત્તિ આવી ત્યાં ત્યાં લેકકલ્યાણ માટે કાયા ધસી નાખનાર રવિશંકર મહારાજને જે મળ મુશ્કેલ છે. રોગચાળા હોય કે અતિવૃષ્ટિ, દુષ્કાળ હોય કે હિંદુ-મુસલમાન તોફાન, સંકટમાં સપડાયેલાં સર્વ લોકો માટે ભારોભાર અનુકંપા સાથે મહારાજ નીડરપણે, જાતની પણ દરકાર સિવાય, દિવસરાત લેકની રાહત માટે કાર્યરત રહેતા. વડોદરા તથા ખેડા જિલ્લાના બારૈયા, પાટણવાડિયા, કેળા, રજપૂત વગેરે ગરીબ વસ્તીનાં દુઃખ દર્દ સમજીને એને દૂર કરવાને પ્રત્યન કરતા. ખાસ કરીને ચેરી અને બહારવટા માટે પંકાયેલી પાટણવાડિયા અને બારૈયા કેમને એમણે સુમાગે વાળી હતી. ખેડા જિલ્લામાંથી હાજરીને કાળો કાયદો એમણે દૂર કરાવ્યો હતો. આમ નીચલા સ્તરના લેકને વિશ્વાસ સંપાદન કરી એ એમનામાં પૂજનીય બન્યા હતા. એટલે જ એમનામાંથી ઘણાને વ્યસનમુક્ત કરી સન્માર્ગે વાળી શક્યા હતા. એઓ મહેનત મજૂરી કરી પ્રામાણિક રોટલો રળે તે રસ્તે મહારાજે એમને ચીઓ હતું. આમ ભૂખ અને શાહુકારના પંજામાંથી મહારાજે એમને છોડાવ્યા હતા અને કેટલેક અંશે અમલદારોના દમનમાંથી પણ છોડાવ્યા. લેકકલ્યાણની એમની તમન્ના શરીર ચાલ્યું ત્યાં સુધી એટલી અને એટલી જ પ્રબળ રહી.૪૦
ગાંધીજીની આશ્રમી કેળવણીને જેને જેને પાસ લાગે તેમાંના ઘણાખરા કાર્યકર ગુજરાતમાં, કરછ, સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ આશ્રમે સ્થાપીને ગામડાંમાં લે સેવા અર્થે બેસી ગયા હતા અને સેવાનું શિક્ષણ ચરિતાર્થ કરતા હતા.
અમદાવાદમાં મજૂર-કલ્યાણ પ્રવૃત્તિની શરૂઆત કરનાર અનસૂયાબહેન સારાભાઈ હતાં. ૧૯૧૪માં જ્યુબિલી મિલ સામેની “અમરાપુરા” ચાલીમાં મજૂર બાળકો માટેની શાળા એમણે શરૂ કરી હતી. આ શાળા દિવસે મજૂર બાળકે અને રાત્રે મજૂરો માટે ચાલતી. ૧૯૧૬ માં ગાંધીજીએ આ શાળાની મુલાકાત લીધી હતી. એમણે શાળા જઈ ખુશી વ્યક્ત કરી, પણ બાળકનાં શરીર અને સ્વચ્છતા તરફ વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું. આ કાર્ય ધીરે ધીરે કૃષ્ણલાલ દેસાઈ બચુભાઈ વકીલ અને અમુભાઈ મહેતાની મદદથી વિકસ્યું અને શિક્ષણ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે એમણે એક મંડળ સ્થાપવાનું વિચાર્યું, તેનું નામ “મજૂર મિત્ર મંડળ” રાખ્યું. મંડળમાં અનસૂયાબહેન ઉપરાંત શંકરલાલ બૅન્કર, કૃષ્ણલાલ દેસાઈ તથા કાલિદાસ ઝવેરી મુખ્ય કાર્યકર્તાઓ હતા. ૧૯૧૭ માં તાણાવાણાનું મહાજન રચાયું હતું. તાણાવાણા ખાતાના