________________
૨૨૬
આઝાદી પહેલાં અને પછી
રહ્યાં. આ સંજોગોમાં મુકાયેલી સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું નહિ. શ્રમજીવી સ્ત્રીઓ ભદ્ર સમાજની મહિલાઓ જેટલી કદાચ આર્થિક રીતે લાચાર ન હતી, પરંતુ અજ્ઞાન અશિક્ષિત હોવાથી પિતાના હક માટે એટલી સભાન પણ ન હતી.
મધ્યમ કે ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓમાંથી કેટલીક ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઠેકટર વકીલ પ્રાધ્યાપક તેમજ સરકારી કે બિનસરકારી ઑફિસમાં અનેક પ્રકારના હેદ્દા ધરાવતી થઈ હતી. ટાઈપિસ્ટ સેક્રેટરી નસ શિક્ષિકા ટેલિફોનઑપરેટર કે સમાજસેવિકા તરીકે સારી સંખ્યામાં સ્ત્રીઓ કામ કરતી પણ થઈ હતી. રાજકારણમાં પણ થોડીક સ્ત્રીઓ પિતાની શકિત દર્શાવી શકી હતી. આમ નૂતન સ્ત્રી તરીકે પુરુષ–સમકક્ષ કામગીરી બજાવીને એઓ આગળ આવી રહી હતી. પરંતુ એવી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં અલ્પ હતી.
એકંદરે જોતાં મોટા ભાગની ગ્રામીણ અને પછાત વર્ગની સ્ત્રીઓની સ્થિતિમાં બહુ મોટુ પરિવર્તન જોઈ શકાતું નથી, એનું એક કારણ એ પણ હેઈ શકે કે એમના જીવનને મેટો ભાગ કુટુંબની દેખભાળ અને જીવન જરૂરિયાત માટે શ્રમ કરવામાં જ વ્યતીત થતું હોવાથી એમને માટે સ્વવિકાસની કઈ તક કે કેઈ વિશિષ્ટ જોગવાઈ ન હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પછાત અને ગ્રામીણ સમાજના કલ્યાણ માટે સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ વધારે ને વધારે કામ કરતી થઈ હતી, એમ છતાં ગ્રામીણ સ્ત્રી-સમાજમાં અસરકારક જાગૃતિ આવી શકી ન હતી. લોક-કલ્યાણ અને સામાજિક મંડળ
લેક-કલ્યાણની પ્રવૃત્તિ ઘણા જૂના સમયથી કોઈ ને કોઈ રીતે સમાજમાં પ્રવતતી હતી. આધુનિક કાલમાં એના તરફને થડ અભિગમ બદલાયે હતે. ખાસ કરીને ગાંધીજીની ગ્રામવિકાસ માટેની રચનાત્મક પ્રવૃત્તિ. અંત્યો આદિવાસી તથા મજૂરના કલ્યાણ વિશેના કાર્યક્રમે, સ્ત્રી-ઉન્નતિ માટેના પ્રયત્ન અને સર્વના શિરડ સમાં સર્વોદય માટેના પ્રયાસને લેક-કલ્યાણના કાર્યક્રમોનાં આધુનિક સ્વરૂપ તરીકે ગણી શકાય.
ગ્રામવિકાસના કાર્યક્રમમાં ગરીબ કચડાયેલા પછાત ગ્રામજનોના કલ્યાણની ભાવના રહેલી છે, જ્યારે સર્વોદયના ખ્યાલમાં સમાજમાં સૌથી છેવાડે પડી રહેલાને ઉધાર એટલે કે સમાજના નબળા અને તરછોડાયેલા લેકે માટે મુખ્યત્વે રહેઠાણ સમતલ ખેરાક વૈદ્યકીય સારવાર તથા બાળકોના શિક્ષણને સમાવેશ થાય છે.