________________
સામાજિક સ્થિતિ
૨૨૩ મેટા ભાગના વિધુર પુરુષે પણ કુંવારી કન્યાને જ પરણવાનું પસંદ કરતા. શહેરોમાં વિધવાનાં પિશાક, ખાનપાન અને જાહેર સ્થળોએ હરવા ફરવા માટેનાં બંધન ઢીલાં પડ્યાં હતાં, પરંતુ ગ્રામસમાજમાં વિધવાના વેશ અને કેશ અંગેની સખાઈમાં થેડે ફરક પડ્યો હતો. વિધવાઓનાં એકંદરે દુઃખદદ ઓછાં થયાં હતાં. ઘણી વિધવાઓ શિક્ષણ મેળવીને પગ ભર થઈ શકતી હતી, એમ છતાં કેટલાક રૂઢિગત અંધ ખ્યાલેમાં શહેરી કે ગ્રામીણ સમાજમાં કોઈ તફાવત પડ્યો ન હતો. વિધવા કમનાં ફળ ભોગવે છે. અપશુકનિયાળ છે, સારા કામમાં એની હાજરી અશુભ છે, વગેરે માન્યતાઓમાંથી ભાગ્યેજ કોઈ કુટુંબ મુક્ત હતું. એમ છતાં એટલું કબૂલ કરવું જોઈએ કે આઝાદીની લડત, ગાંધીજીનાં લખાણે, સમાજ સુધારકેના પ્રયાસે તથા સ્ત્રીશિક્ષણના વિકાસથી અન્ય સ્ત્રીઓની સાથે વિધવાઓ માટે પણ મુક્તિનાં દ્વાર ખુલ્લાં થયાં હતાં. અન્ય કુરિવાજો અને સ્ત્રીઓની સ્થિતિ
ગાંધીજીના આગમનને હજુ એક દસકો વીત્યું હતું, એમનાં કાર્યોની અસર જનસમાજ પર પડવાની શરૂઆત હતી. સમાજમાં અનેક કુરૂઢિઓ પ્રચલિત હતી કે જેને કારણે ઉચ્ચ જ્ઞાતિઓની સ્ત્રીઓની સ્થિતિ વિશેષ દુઃખદાયક હતી. હિંદુસમાજમાં લગ્ન એ પ્રત્યેક સ્ત્રી માટે લગભગ અનિવાર્ય સંસ્કાર હાઈ લગ્ન સાથે સંકળાયેલાં સામાજિક અનિષ્ટોને ભેગ મોટે ભાગે સ્ત્રીઓ જ બનતી. પરઠણ વાંકડે કે ભારે કરિયાવરને કારણે કેટલીક જ્ઞાતિઓમાં બાલિકા-હત્યાના બનાવ બનતા હતા. ખાસ કરીને ચરોતરના પાટીદારનાં બાર ગામમાં ગરીબ માબાપે લગ્નના અસહ્ય ખર્ચમાંથી બચવા માટે બાળકીને અફીગ જે ઝેરી પદાથ આપીને જન્મ પછી મારી નાખતાં.૩૪
આ ઉપરાંત વૃદ્ધલગ્ન કજોડાં કન્યાવિક્રય સાટાં અને તેખડાં જેવા રિવાજેને લીધે સ્ત્રીઓ માટે વિષમ પરિસ્થિતિ સજતી. કેટલીક જ્ઞાતિઓમાં કુલીનશાહી લગ્નપ્રથા અને વરવિક્રયને કારણે સ્ત્રીઓની આત્મહત્યાના અથવા તે એમને મારી નાખવાના બનાવ બનતા. લગ્ન પ્રસંગે વડા જ્ઞાતિવરા પ્રેત ભજન, ટૂંકમાં લગ્ન તથા મરણ પાછળ નાણાને દુર્વ્યય તેમજ વહેમ અંધશ્રદ્ધા કે રૂઢિને લીધે પોષાતા કેટલાક કુરિવાજે વીસમી સદીના ત્રણ દાયકા પછી પણ એવા ને એવા ચાલુ હતા, જેને કારણે સ્ત્રી જીવન વિશેષ રહે સાતું હતું. શહેરોમાં એક પ્રકારનાં અનિષ્ટ હતાં, તે ગામડાઓમાં બીજા પ્રકારનાં. શહેરોમાં સ્ત્રીઓ માટે હરવા ફરવા રડવા કે લાજ કાઢવાના રિવાજમ રિફાર થયું હતું, પરંતુ ગામડાંઓને ત્રીસમાજ હજુ આ બાબતમાં ઘણો પાછળ હતા. આ અંગેના પ્રત્યાઘાત