________________
૨૨૪.
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીના “ત્રણ પત્રો' માં જોઈ શકાય છે. એમાં એમણે સાદાઈને આગ્રહ, લગ્ન પાછળને ખોટે ખર્ચ, પશ્ચિમની બેદી નકલ, વરડાનાં પ્રદશને માં કળા કે વિવેક વિચારને અભાવ તેમજ લગ્ન ધાર્મિક ક્રિયા તરીકે સદંતર ભુલાઈ ગયાને નિર્દેશ કર્યો છે. અન્ય બાબતમાં મરણ પ્રસંગે રોકકળ અને રોવાફૂટવા વખતે પડોશી-ધર્મ ભૂલી જઈ કેટલીક વખત કાણુ કે રડવા-ફૂટવાનું ફક્ત લૌકિક અને કોઈની વાવણીના ખ્યાલથી જ થતું હોય તેવા દંભી વર્તનને દૂર કરવા માટેનું સૂચન છે.૩૫
બીજા કેટલાક કુરિવાજો, દાખલા તરીકે કજોડાં બીજવર અને ત્રીજવર કે જે કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વ્યાપક હશે તે વિશે લખતાં ગાંધીજી જણાવે છે કે ગરીબ માબાપે પિતાની છોકરીઓ વેચવા તૈયાર થાય અને વિષયાંધ ધનવાન લોકે કેવળ પિતાના વિષય પિષવા સારુ પૈસા આપવા તૈયાર થાય અને સમાજ તે સાંખી શકે ત્યાં લગી આ સડો દૂર થ લગભગ અાક્ય છે.”૩૬ આ ઉપરાંત ૫૫ વર્ષથી માંડીને ૮૦ વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધો ગરીબ માબાપની બાર ચૌદ વર્ષની પુત્રીઓને પચીસ ત્રીસ હજાર રૂપિયા આપીને પરણતા. આમાં નાગર જેવી ઉચ્ચ જ્ઞાતિના તથા પ્રોફેસર જેવા કેળવાયેલા પુરુષો પણ હતા.૩૭ એમ છતાં ‘નવજીવન’નાં લખાણ દ્વારા શૈક્ષણિક અસર પણ થતી હતી અને કેટલાંક વૃદ્ધ લગ્ન અટકી પણ જતાં હતાં. આમ ધીરે ધીરે વૃદ્ધલગ્ન વિરુદ્ધ લક્ષ્મત જાગ્રત થતું હતું અને અન્ય કુરિવાજોનું વર્ચસ પણ શિથિલ થતું જતું હતું. ગાંધીયુગ દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિમાં પરિવર્તન લાવવામાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યું હતું. સ્ત્રી શિક્ષણના ફેલાવાથી સ્ત્રીઓમાં થોડી જાગૃતિ આવી, એની સાથે આઝાદીની લડતમાં ભાગ લઈને એમને પિતાની શકિતનું ભાન થયું. આમ કાંઈક અંશે વિચારતી થયેલી સ્ત્રી કેટલાંક બંધને અને બાળલગ્નમાંથી મુકત બની, લગ્ન અંગે પિતાની પસંદગી આડકતરી રીતે પણ પ્રદર્શિત કરતી થઈ વિધવાશ પ્રેતભોજન તેમ રેવા-કૂટવાના તથા લાજ કાઢવા જેવા કેટલાક કુરિવાજોમાં પરિવર્તન આવતું ગયું. આ સર્વની સમગ્રતયા અસરથી સ્ત્રીની સ્થિતિમાં ફેરફાર આવ્યા.
આઝાદી પછી સામાજિક ક્ષેત્રે સવિશેષ ક્રાંતિ આવેલી જણાય છે. બંધારણ દ્વારા સ્ત્રી સમાન હક્કની અધિકારિણી બની. દિપની પ્રતિબંધધારો” “છૂટાછેડા તથા વારસા અંગેને કાયદે' વગેરે જેવા સામાજિક કાયદાઓ દ્વારા સ્ત્રીને કાનૂની દષ્ટિએ લગભગ પુરુષ જેટલા હક્ક મળ્યા, આથી સ્ત્રીના દરજજામાં મહત્ત્વને ફેરફાર આવ્યો. સ્ત્રીકેળવણીને કેવળ વિકાસ જ નહિ, પરંતુ વિકસિત જ્ઞાતિઓમાં