________________
૨૨૨
આઝાદી પહેલાં અને પછી
હિંદુસમાજમાં વિધવા
ઈ. સ. ૧૮૫૬ માં ‘વિધવા પુનઃલગ્નના કાયદે’ પસાર થયા હતા. કરસનદાસ મૂળજી અને ન`દ તેમજ ગુજરાતના અન્ય સમાજસુધારકો વિધવા પુનલ"ગ્નને બહાલી આપતા હતા છતાં ઉચ્ચ જ્ઞાતિઓમાં વિધવાએનાં લગ્નોની સ ંખ્યામાં કે એમના તરફના વનમાં આ સદીની વીસી સુધીમાં કોઈ નોંધપાત્ર તફાવત જણાયા નથી. વિધવાઓ માટે અમુક પ્રકારની કેળવણી તથા આર્થિક સ્વાતંત્ર્યની જરૂર કેટલાંક સમજુ માબાપે અને સુધારકો જોઈ શક્યાં હતાં એટલે સુરત અમદાવાદ વડોદરા જેવાં મેટાં શહેરોમાં કેળવણી અને હસ્ત-ઉદ્યોગની સંસ્થાએ ઊભી થઈ હતી. આના લાભ માટે ભાગે વિધવાએ અને દુઃખી નિરાધાર સ્ત્રીઓ પણ લેતી.
વિધવાને પણ વિધુર જેટલા જ પુનઃલગ્નના અધિકાર છે એને કેટલાક લોકોએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યાં હતા, કેટલાંક કેળવાયેલાં, આગળ પડતાં કુટુ બાએ એને અમલમાં પણ મૂકી બતાવ્યું હતું. વિદ્યાબહેન-શારદાબહેનના ભાઈ, કુ જબિહારીનું લગ્ન જૂનાગઢના નાગર ગૃહસ્થ બાપુભાઈ મજમૂદારની બાળવિધવા દોહિત્રી સૂરબહેન સાથે બંને પક્ષેાની સંમતિથી થયું હતું, પરંતુ આવાં લગ્ન જૂજ થતાં, સામાન્ય લોકમત વિધવાલગ્નની તરફેણમાં કેળવાયો ન હતા. એમને શિક્ષણ આપી પગભર કરવી એટલું શહેરીજનો સ્વીકારતા થયા હતા, પરંતુ ગ્રામસમાજમાં વિધવાની પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો ન હતો. વિધવાને વેડવા પડતા ત્રાસ તથા એમની મનેાદશા વષઁવતા અને કુરિવાજો અંગે સલાહસૂચને માગતા અનેક પત્ર ગાંધીજી ઉપર આવતા. ઉચ્ચ હિંદુનાતિની ‘વિધવાને બળાપા' એ પુસ્તક તથા ક ંચનલાલ ખાંડવાળાના કાગળ૩૨ આનાં જવલંત ઉદાહરણુ છે. ગાંધીજી પોતે તે કોઈ પણ વિધવા પાસે બળાત્કારે વૈધવ્ય પળાવવાની તરફેણમાં ન હતા છતા વિધવાઓના દુ:ખને ઉપાય લગ્ન જ છે એમ પણ્ માનતા ન હતા. એમના મતે બાળલગ્નનાબૂદી, ખાળલગ્નની વિધવા કે લગ્નના હક્ક ભોગવ્યા સિવાયની ૫દર વર્ષથી નીચેની વિધવાને પુનલ"ગ્નની છૂટ, વૈધવ્ય અપશુકન નહિ, પરંતુ પવિત્રતાની નિશાની, વિધવાને સારુ શિક્ષણ અને ધંધાને પ્રબંધ વગેરે લાજો કામયાબ હતા.૩૩ વિધવાનું પુનઃલગ્ન કે અન્ય ઇલાજો તત્કાલીન સમાજ સપૂર્ણ પણે અપનાવવા તૈયાર ન હતા. સમય જતાં ધીરે ધીરે વિધવા તરફની સૂગ ઓછી થતી ગઇ, એમના તરફના વતનમાં થેડી હળવાશ આવી. ‘સ ંસાર સુધારા સમાજ'ની કામગીરી તથા ‘જ્યોતિધ’ર’નાં લખાણો તથા અન્ય પરિબળોની અસરથી શહેરમાં લોકમત સવિશેષ કેળવાયા, એમ છતાં વિધુર પુરુષ કરતાં લગ્ન વાંચ્છુ વિધવા માટે મેગ્ય પાત્ર મેળવવાની મુશ્કેલી તે હતી જ, કારણ કે સમાજમાં