________________
૧૦૦
આઝાદી પહેલાં અને પછી
આગેવાને બાલકૃષ્ણ શુકલ, રસિકલાલ શુકલ, રજબઅલી લાખાણી વગેરેએ ઝંપલાવ્યું હતું. ૧૯૩૬ માં એપ્રિલની ૧૬ મીએ રાજકોટમાં કાઠિયાવાડના વિદ્યાથીઓની પરિષદ ઇંદુલાલ યાજ્ઞિક ના પ્રમુખપણ નીચે મળી હતી. ૧૯૩૭ માં ભાવનગરમાં યુવક સપ્તાહ યોજાયું હતું.
૧૯૪૩ માં કાઠિયાવાડ વિદ્યાર્થી પરિષદનું ત્રીજ' સંમેલન ભાવનગરમાં થયું. સનત મહેતા અને દિવ્યાં બધેકા એમના નેતા હતાં. અમરેલીમાં ગ્રીષ્મવર્ગ ચલાવાયા હતા તેમાં રાષ્ટ્રિય નેતાઓએ ઉધન કર્યું હતું. ૨૨ ૧૯૪૧ માં શામળદાસ કૅલેજમાં ફી-વધારો જાહેર કરાયો હતે. વજુભાઈ શાહ, રસિકલાલ શકલ વગેરેની આગેવાની નીચે એને વિરોધ કરાયો હતો અને અનંતરાય પટ્ટણીની આપખૂદ નીતિને વિરોધ કર્યો હતો. ૨૪-૨૮ મી સપ્ટેમ્બર, ૧૯૪૧ ના દિવસો દરમ્યાન ભાવનગરના વિદ્યાર્થીઓનું સંમેલન શામળદાસ ગાંધીના પ્રમુખપણા નીચે થયું હતું. શામળદાસ ગાંધી તથા વજુભાઈ શાહે વિદ્યાર્થીઓને આઝાદીની લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. રાજકોટ લીંબડી વગેરે દેશી રાજ્યની પ્રવૃત્તિમાં યુવક અને વિદ્યાથીઓએ સારે રસ લીધો હતો.
૧૯૪૧ ના અંતમાં અમદાવાદમાં વજુભાઈ શુકલના પ્રમુખપણ નીચે વિદ્યાર્થી પરિષદ ભરાઈ હતી. એણે યુદ્ધમાં સહાય કરવાની તરફેણ કરવા ઇન્કાર કર્યો હતે. વિદ્યાથીઓ ઉપર સામ્યવાદીઓનું વર્ચસ હતું તે તેડવા ૧૯૪૨ માં રાષ્ટ્રિય વિદ્યાથી–મંડળની સ્થાપના કરવામાં આવી હતી. લોકલ બોડીના મેદાનમાં મળેલી સભામાં સરદારે બધું છોડીને રાષ્ટ્રિય લડતમાં ઝંપલાવવા માટે તૈયાર રહેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ૧૯૪૨ ની “ભારત છોડો'ની લડતમાં એમણે છૂપી પત્રિકાઓ વહેંચવામાં સભા સરઘસના અને પિકેટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદની શાળાઓ આઠ માસ પર્યત બંધ રહી હતી. ૧૯૪૩ ના જૂનથી રાષ્ટ્રિય વિદ્યાથી–મંડળ વધુ વ્યવસ્થિત થયું હતું. ૧૯૪૩-૪૪ દરમ્યાન વિમલ શાહના મંત્રી પણ નીચે અભ્યાસવર્તુળ ચર્ચાસભા વ્યાખ્યાનો વગેરે પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ૧૯૪૪-૪૫ માં બ્રહ્મકુમાર ભટ્ટ, ૧૯૪૫-૪૬માં શાંતિ શાહ અને ૧૯૪૬-'૪૭ માં રામુ પંડિત એના મંત્રી હતા.૨૩ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા અખિલ હિંદ વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરાઈ હતી. આમ સામ્યવાદી સમાજવાદી, રાષ્ટ્રિય કોંગ્રેસ અને આર. એસ. એસ. ની અસર નીચે જુદાં જુદાં વિદ્યાથીમંડળ વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં. હિંદુ-મુસ્લિમ એકતા
હિંદુ-મુસ્લિમ એકતા અંગેના કાર્યક્રમ પણ યોજાયા હતા. કોંગ્રેસ પક્ષના અનેક કાર્યકર તથા ગુલામ રસૂલ કુરેશી, રજબઅલી લાખાણી, ઈસ્માઈલ હિરાણી